પુલવામા હુમલામાં શહીદ પંજાબના જવાનના પરિવારને આર્થિક સહાય

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબીના યુવાન દ્વારા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનના પરિવારને સહાય આપવા અલગ અલગ સંગઠન પાસેથી રૂ. 6.10 લાખ રકમ એકઠી કરી હતી અને પંજાબના રૌલી વિસ્તારમાં શહીદ જવાન કુલવિંદર સિંઘના પરિવારને 1.76 લાખની સહાય ચૂકવી હતી.

જમ્મુ-કશ્મીરના પુલવામાં ખાતે થયેલ હુમલાની ઘટનામાં એકસાથે 42થી વધુ જવાન શહીદ થયા હતા. ઘટના બાદ મોરબીના યુવાન અજયભાઈ લોરીયાએ શહીદ જવાનના પરિવારને આર્થિક રીતે કોઈ મુશ્કેલી ન પડે તે હેતુથી આર્થિક સહાય કરવાનો નિર્ણય લીધો હતો, બાદમાં તેમને મોરબીનાં ગામડા શહેરમાંથી, ઔદ્યોગિક સંગઠન શૈક્ષણિક સંગઠન સહિતના લોકો પાસેથી રૂ 6.10 લાખ કરતા વધુ રકમ ફંડ એકઠું કર્યું અને હાલ દરેક જવાનના પરિવારને આ રકમ પહોચાડવામાં આવી રહી છે. આજે પંજાબના રૌલી વિસ્તારમાં શહીદ જવાન કુલવિંદર સિંઘના પરિવારને 1.76 લાખની સહાય ચૂકવી હતી.

અન્ય સમાચારો પણ છે...