તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાબરા તાલુકામાં સિંહ સહિતના વન્ય પ્રાણીનાં આંટાફેરાથી ખેડૂતોમાં ભય

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાબરામા રેવેન્યુ વિસ્તારમાં વન્યપ્રાણીના આંટાફેરાથી ખેડૂતોમાં ભયની લાગણી પ્રસરી ગઈ છે. કારણ હાલ ખેતરોમાં ખેતી પાકની સીઝન પુરજોશમા ચાલી રહી છે. જેનું રક્ષણ અને રખોપુ કરવા ખેડૂતો અને શ્રમિકો રાત ઉજાગરા કરી રહ્યા છે. તેવા સમયે બાબરા પંથકમાં વન્ય પ્રાણી સિંહના આંટાફેરા વધતા ખેડૂતોમાં ભય ફેલાયો છે. આ પ્રશ્ને ધારાસભ્ય દ્વારા વનમંત્રીને રજુઆત કરાઇ છે.

લાઠી બાબરાના જાગૃત ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા રાજ્યના વનમંત્રી અને વનવિભાગને પત્ર પાઠવી સિંહનું લોકેશન તાત્કાલિક અસરથી શોધી પાંજરે પુરી ખેડૂતોને ભયમાંથી મુક્ત કરવા માંગણીઓ કરી છે. તેમણે રાજ્યના વનવિભાગની કામગીરી પર પણ સવાલ ઉઠાવી જણાવ્યું હતું કે વન્ય પ્રાણીની જાળવણી અને રક્ષણ માટે રાજ્ય સરકાર દ્વારા લખલૂટ ખર્ચો કરવામાં આવી રહ્યો છે. તેમ છતાં સિંહ સહિતના અન્ય વન્ય પ્રાણીઓ જંગલ બહાર રેવન્યુ વિસ્તારમાં કેમ પહોચી જાય છે. બાબરા તાલુકામા ભૂતકાળમાં પણ દીપડા પણ જોવા મળ્યા છે. આ રીતે વન્ય પ્રાણી જંગલ બહાર નીકળી જાય એ વન વિભાગની બેદરકારી સાબિત કરે છે. ત્યારે બાબરા તાલુકાના પાંચાળ વિસ્તારના કરીયાણા, તાઈવદર, ખાખરીયા સહિતના સિમ વિસ્તારમાં સિંહના સગડ મળ્યા છે. તેમજ સિંહના ફોટા પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે પણ હજુ સુધી વન વિભાગ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. આ વન્યપ્રાણીઓ ખેડૂતોના માલઢોર અને જાનમાલને નુકશાન કરે તે પહેલાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રબળ માંગ ધારાસભ્ય વિરજીભાઈ દ્વારા વન વિભાગને પત્ર પાઠવી રજુઆત કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...