ચમારજનું ST બસ સ્ટેન્ડ જર્જરિત થતાં મોટી દૂર્ઘટનાનો લોકોમાં ભય

Wadhwan News - fear of major accidents in chamaraj39s st bus stand 081318

DivyaBhaskar News Network

Sep 15, 2019, 08:13 AM IST
વઢવાણ તાલુકાના ચમારજ ગામનું બસસ્ટેન્ડ જર્જરીત બની ગયુ છે. દુધરેજ, ઓડુ, રોડ પર આવેલ આ બસસ્ટેન્ડ ગમે ત્યારે ધસી પડે તેમ છે. આથી દુર્ધટના સર્જાય તે પહેલા બસસ્ટેન્ડ રીપેરીંગ કે ઉતારી લેવાની માંગ ઉઠી છે.

વઢવાણ તાલુકાના અનેક ગામોમાં બસના દર્શન દુર્લભ બન્યા છે. જ્યારે ખારવા, ગોમટા, બલદાણા વગેરે ગામો એસ.ટી બસની વધુ સુવિધા ઝંખી રહ્યા છે. આથી અનેક ગામોના બસસ્ટેન્ડ શોભાના ગાંઠીયા બની ગયા છે. બીજી તરફ અમુક ગામોના બસસ્ટેન્ડ જર્જરીત બની ગયા છે. ત્યારે વઢવાણ તાલુકાના ચમારજ ગામનું બસસ્ટેન્ડ પડવાના વાંકે ઉભુ છે. આ અંગે મહાદેવભાઇ,નરશીભાઇ પટેલ, કોળી રૂપસંગભાઇ વગેરેએ જણાવ્યુ કે દુધરેજ, ખોડુ રોડ પર ચમારજ ગામનું બસસ્ટેન્ડ છે. આ બસસ્ટેન્ડ ઠેરઠેર તુટી ગયુ છે. આ ઉપરાંત ખોડુ, નગરા-અધેળીની વચ્ચે ચમારજ તરફ એસ.ટી બસની સુવિધા પણ ઓછી છે. આથી આ ગામ માટે એસ.ટી બસના રૂટો શરૂ કરવા મેદાને આ ઉપરાંત જર્જરીત બસસ્ટેન્ડ દુર્ધટના સર્જે તેમ છે. આથી ચમારજ બસસ્ટેન્ડ રીપેરીંગ કરી આપવા અથવા ઉતારી લેવા લાગણી અને માંગણી છે.

X
Wadhwan News - fear of major accidents in chamaraj39s st bus stand 081318

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી