તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિદસર-બુધેલ રોડ પર સાંકડા નાળાથી અકસ્માતની ભીતિ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સિહોર બ્યુરો | 11 જાન્યુઆરી

સિદસર બુધેલ વચ્ચેના માર્ગ પરનું એક સાંકડું નાળું વહેલી તકે પહોળું બનાવવાની માંગ ઊઠવા પામી છે.

સિદસરથી બુધેલ તરફ આગળ જતાં એક સાંકડું નાળું આવે છે. જેમાં રાજકોટ, સિહોર કે અમદાવાદ તરફથી આવતા હેવી ટ્રકો અલંગ જતા હોય છે. ઉપરાંત રોજિંદા વાહન વ્યવહારના અન્ય નાના-મોટા પસાર થતાં હોય છે. આ રોડ પર બેશુમાર માત્રામાં હેવી વાહનો પસાર થાય છે પરંતુ અહીં સાંકડા નાળાને કારણે કયારેક અકસ્માત સર્જાવાની સંપૂર્ણ શકયતા રહેલી છે. એક તરફ સ્ટેટ હાઇ-વે અને નેશનલ હાઇ-વે કક્ષાના રસ્તાઓને પહોળા અને ટનાટન બનાવવામાં આવી રહ્યા છે. બીજી તરફ સિદસર બુધેલ વચ્ચેનું નાળું જીવલેણ અકસ્માત સર્જી શકે છે. આ બાબતને અત્યંત ગંભીર ગણી સંબંધિત વિભાગ દ્વારા નાળાને વહેલી તકે પહોળું કરવાની કામગીરી હાથ ધરાય તેવી અપેક્ષિત લોકમાંગ ‌ઊઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો