તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દરેડ માર્ગ પર પીચીંગ કામ નહીં કરાતા દુર્ઘટનાની ભીતિ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વલભીપુર બ્યુરો| 10 જાન્યુઆરી

વલભીપુરથી દરેડ જતા રાજયધોરી માર્ગ પર પીંચીગ વર્ક નહીં કરવામાં આવતા વાહન ચાલકોમાં કચવાટ જોવા મળી રહયો છે.રોડની સાઇડમાં કયાંક કયાંક માટીકામ કરાતા વાહનો ખુંપી જવાના બનાવો બની રહયાં છે.વલભીપુર સન્યાસ આશ્રમ ચોકડી પાસેથી શરૂ થતો રાજયધોરી માર્ગ રીકાર્પેટ થયા બાદ રોડની બન્ને તરફ જે માટી-કપચીનું પીચીંગ વર્ક થવું જોઇએ તે કરવામાં આવેલ નથી.

વલભીપુર થી ધાંગ્રધા જતો મીલેટ્રી હાઇવે તરીકે સરકારી દફતરે નોંધાયેલો આ હાઇવે ને થોડા સમયે અગાઉ રીકાર્પેટીંગ કરવામાં આવેલ અને હાલ આ કામ પૂર્ણ પણ થઇ ગયું છે. પરંતુ નવો રસ્તો બનાવવાની કામગીરી જે એજન્સી દ્વારા કરવામાં આવેલ છે. તે એજન્સી એ હાઇવેની બન્ને સાઇડ સોલ્ડર માટીકામ(પીચીંગ) ત્રુટક ત્રુટક રીતે કરવામાં આવેલ છે. અમુક ગામ પાસે કરેલ છે તો અમુક ગામને બાકાત રાખેલ છે.વલભીપુરથી પચ્છેગામ જતાં રસ્તા ઉપર તો બીલકુલ આ કામ કરવામાં આવ્યું નથી. તેમ પસાર થતાં વાહન ચાલકોની રજુઆત છે. અને આ સોલ્ડર માટીકામ નહીં થતાં વાહનને હાઇવેથી સાઇડમાં લેવા જતાં ભારે વાહનને ખુપી જવાનાં કિસ્સા બને છે.વલભીપુરથી પચ્છેગામ સુધીના આશરે 4 કિ.મી. તેમજ ત્યારબાદ રાજપરા પછી આશરે 2 થી 4 કિે.મી.બાકી રહેલ આ કામ પુર્ણ કરવા માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો