તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફુલકી પાસે ડ્રાઇવર-ક્લીનરના ખીસ્સા કાપી 20 હજારની લૂંટ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉત્તરપ્રદેશના છત્તરપુરનો ડ્રાઇવર મીઠું ભરવા ખારાઘોડા આવી રહ્યો હતો ત્યારે ફુલકી 3 રસ્તા પરની માવતર હોટલ પર ડ્રાઇવર-ક્લિનર ટ્રકમાં સૂતા હતા. ત્યારે બે અજાણ્યા ઇસમોએ ટ્રકના દરવાજા પાસેનો કાચ કાઢી લોક કરેલી ટ્રકનો દરવાજો ખોલી ટ્રકમાં સૂતેલા ડ્રાઇવરના પેન્ટ અને શર્ટના ખીસ્સામાં પતરીનો ચેકો લગાવી રૂ. 20 હજાર રોકડા, મોબાઇલ અને લાયસન્સ સહિતના કાગળોની લૂંટ ચલાવી અંધારામાં પલાયન થઇ ગયા હતા.

ઉત્તરપ્રદેશના છત્તરપુરના નિરજકુમાર ચોરશીયાની માલિકીની ટ્રક લઇને ડ્રાઇવર રમેશસીંગ રાજેન્દ્રબહાદુરસિંગ ગૌર અને ક્લિનર રાયબહાદુર મહેમદાબાદ ઘઉં ખાલી કરીને વાયા સાણંદ, વિરમગામ થઇને મીઠું ભરવા ખારાઘોડા આવી રહ્યા હતા. રાત્રીના ફુલકી ત્રણ રસ્તા પાસે આવેલી માવતર હોટલ પાસે અંધારૂ થઇ જતા તેઓ બન્ને હોટલના કમ્પાઉન્ડમાં ટ્રક પાર્ક કરીને અંદરથી લોક કરીને સુઇ ગયા હતા.

ત્યારે મોડી રાત્રે બે અજાણ્યા શખ્સોએ લૂંટ કરવાના ઇરાદે આ ટ્રકના કેબીનના દરવાજા પાસેની નાની બારીનો કાચ રબ્બર દૂર કરી કાચ કાઢીને અંદરથી દરવાજોનો લોક ખોલીને ગાડીમાં સૂતેલા ડ્રાઇવર રમેશસીંગ ગૌરના શર્ટ અને પેન્ટના ખીસ્સામાં પતરીનો ચેકો મારી રૂ. 20 હજાર રોકડા, સેમસંગ કંપનીનો મોબાઇલ લૂંટ ચલાવી ભાગી ગયા હતા. ડ્રાઇવર-ક્લીનરને લૂંટાયા હોવાનું ધ્યાનમાં આવતા પાટડી પોલિસ સ્ટેશન આવી ફરીયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...