દ્વારકાના રૂપેણબંદરે હોડી લાંગરવા મામલે બે ભાઇ પર જીવલેણ હુમલો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દ્વારકામાં રૂપેણબંદર ખાતે હોડી લાંગરવા મામલે બોલાચાલી કરી ચાર શખ્સોએ બે ભાઇ પર ઢીંકાપાટુ વરસાવીને મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાઇ છે.જયારે રાવલમાં મજુરીકામના પ્રશ્ને યુવાન પર ત્રણ શખ્સે હુમલો કર્યાનો બનાવ બહાર આવ્યો છે.

દ્વારકાના રૂપેણબંદર ખાતે ખુશાલનગરમાં રહેતા ગુલામ જાકુબ ઢોકી નામના યુવાને પોતાને તથા તેના ભાઇને ઢીંકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ સુલેમાન જુમા ભેસલીયા, જુમા સુલેમાન ભેસલીયા, ગુલામ આલી ભેસલીયા અને અનવર આલી ભેસલીયા સામે નોંધાવી છે.ઇજાગ્રસ્ત યુવાન અને તેનો ભાઇ દરીયા કાંઠે હોડી લાંગરતા હતા ત્યારે તેને ત્યાં હોડી રાખવાની ના પાડી ચારેય શખ્સોએ એકસંપ કરી આ હુમલો કરી ધમકી આપ્યાનુ બહાર આવ્યુ છે.

રાવલ ગામે રહેતા દિનેશ દેવાભાઇ કાગડીયા પર હુમલો કરી શરીરે ઇજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ લાખા જીવાભાઇ કાગડીયા, પ્રતાપ કરશન કાગડીયા અને રામદે કરશન કાગડીયા સામે નોંધાવી છે.મજુરીકામના પ્રશ્ને સર્જાયેલી બોલાચાલીમાં ઉશ્કેરાઇ જઇ ત્રણેય શખ્સોએ હુમલો કર્યાનુ ફરીયાદમાં જણાવાયુ છે.

અન્ય સમાચારો પણ છે...