તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલિતાણા બચાવો ઝુંબેશ અંતર્ગત ઉપવાસ કરાશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નારણપુરામાં ‘પાલિતાણા બચાવો’ અભિયાન અંતર્ગત યોજાયેલી રેલીમાં હજારોની સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ જોડાયા હતા. આ મહારેલી વિરાગસાગરસૂરિશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં દેવકીનંદન જૈન દેરાસરથી પ્રસ્થાન કરીને બી. ડી. પટેલ હાઉસ, નારણપુરા ચાર રસ્તા, અંકુર ચાર રસ્તાથી શ્રી શાંતિનગર જૈન સંઘ પહોંચી હતી, જ્યાં મહાસભાનું આયોજન કરાયું હતું. રેલીમાં બાળકોથી લઈને વૃદ્ધ શ્રાવિકો જોડાયાં હતાં. રેલીમાં માગ કરાઈ હતી કે, સરકાર ચૂંટણી પહેલાં પાલિતાણાનું અહિંસક જાહેરનામું તત્કાળ ઘોષિત કરે. હિંસક લોકો માટે પાસા અને તડીપારથી પણ વધુ કડક કાયદા બનાવી અમલ કરાવે. વિરાગસાગરસૂરિશ્વરજી મહારાજ સાહેબે કહ્યું હતું કે, આગામી એક અઠવાડિયામાં જૈન સમાજ દેવકીનંદન જૈન ઉપાશ્રયના આંગણે પ્રતીક ઉપવાસ કરશે, જેમાં 25 ગુરુ ભગવંતો અને 500થી વધુ શ્રાવિક-શ્રાવિકા જોડાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો