તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામવાડામાં ચેકપોસ્ટનાં મુદ્દે ત્રીજા દિવસે ઉપવાસ આંદોલન

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગીરગઢડાના જામવાળા ગામે અમરેલી-ધારી માર્ગ પર વનવિભાગ દ્વારા ચેક પોસ્ટ ઉભી કરવાની કામગીરી શરૂ કરાતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહયો છે અને સરપંચ નરેશભાઇ ત્રાપસીયા આમરણાંત ઉપવાસ પર બેસી ગયા હતાં. જે ઉપવાસ ત્રીજા દિવસે પણ શરૂ હોવાનું જાણવા
મળે છે.

ગીરગઢડાના જામવાળા ગામે અમરેલી-ધારી માર્ગ પર આવેલ પંચાયતની માલિકીની રેવન્યુ અને ગૌચર જમીન તેમજ સેટલમેન્ટ ખેડૂતોની માલિકીની જમીનમાં વનવિભાગે દાદાગીરી કરી ચેક પોસ્ટ ઉભી કરતા આ ચેક પોસ્ટના કારણે જામવાળાના ગામ લોકો અને આજુબાજુ વિસ્તારના ખાતેદાર ખેડૂતોની અવર- જવર અને વાહનો માટે કાયમી વન્ય વિભાગ ત્રાસરૂપ બની રહ્યો હોય અને જંગલ વિભાગની હદ ન આવતી હોવા છતાં ચેક પોસ્ટ ઉભુ કરવાની કામગીરી શરૂ કરાતા વનવિભાગ સામે ગ્રામજનોનો રોષ જોવા મળી રહ્યો હતો. અને ગુરૂવારે ગામ સજજડ બંધ રહયું હતું. અને સરપંચ અને ગ્રામજનોએ આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે. વન વિભાગ દ્વારા યોગ્ય કરવામાં આવે તે જરૂરી છે. } જયેશ ગોધીયા

માલિકીની જમીનમાં કામગીરી થઇ રહી છે

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો