તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અછતગ્રસ્ત ધોરાજી તાલુકાને પાક વીમો આપવા ખેડૂતોની માગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોરાજી તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોને પાકવીમો ચૂકવણૂ કરવા ની માગણી ખેડૂતોમાં ઉઠવા પામી છે. ધોરાજી પથકના ખેડૂતો દ્વારા અછતગ્રસ્ત ધોરાજી તાલુકાને પાક વીમો આપવા મામલે નાયબ કલેક્ટરને રજૂઆત કરાઈ હતી. ખેડૂતોને પાક વીમો નહી આપવામા આવે તો ગાંધી ચિંઘ્યા રાહે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી અપાઇ છે

ધોરાજી તાલુકાના ગામીણ વિસ્તાર ખેડૂતોએ જણાવ્યું હતું કે ચાલુ વષૅ ચોમાસુ નબળું રહ્યું હોવાથી અને અપુરતા વરસાદને કારણે સૌરાષ્ટ્રમાં ખેડુતોને દુષ્કાળની પરિસ્થિતી વેઠવી પડી છે. ત્યારે ખેડુતોને પાકવિમો હજુ સરકારે ચુકવ્યો નથી. ધોરાજી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ ઓછો અને અપુરતો વરસાદ થયો હોવાથી ખેડુતોનો પાક નિષ્ફળ ગયેલ છે. સરકારે ધોરાજી પંથકને અછતગ્રસ્ત પણ જાહેર કયો છે. આમ છતાં સરકાર દ્વારા હજુ ખેડુતોને પાકવીમો ચુક્વાયો નથી. પાકવીમો ખેડુતોનો અબાધીત અધિકાર છે અને ખેડુતોનો હક છે. આથી સરકાર સત્વરે ખેડુતોના પાકવીમો ચુકવી આપે અન્યથા ધોરાજી શહેર અને ગ્રામ્ય વિસ્તારના ખેડુતોએ આગામી દિવસોમાં ગાંધી ચિંઘ્યા રાહે આંદોલન કરવા મજબુર થવું પડશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...