તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધ્રાંગધ્રા પંથકમાં જીરાના પાકમાં સુકારાને લીધે ખેડૂતો ચિંતાતૂર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધ્રાંગધ્રા પંથકમાં ખેડૂતો દ્વારા શિયાળા જીરાનુ વાવેતર કરવામા આવે છે. પાક નીકળવાની તૈયારીમાં છે. ત્યારે જીરાના પાકમાં સુકારો આવતા ખેડૂતો પરેશાન થઈ ગયા છે. કૃષિ નિષ્ણાંત દ્વારા યોગ્ય દવાનો છંટકાવ કરી પાકને નુકશાન થતુ બચાવી શકાય તેમ જણાવામાં આવ્યુ હતુ.

ધ્રાંગધ્રા પંથક પીયત વિસ્તાર છે અને નર્મદાની કેનાલની સુવિધા હોવાથી શિયાળામાં 25 હજાર હેકટરમાં જીરાનુ વાવેતર કરેલુ છે. અને જીરાના પાકમાં ફાલ અને દાણા આવી ગયા છે. અને પાક નીકળવાની તૈયારમાં છે. ત્યારે સુકારો જોવા મળી રહ્યો છે તેના લીધે પાકને નુકશાન થવાનો ભય સતાવતા ખેડૂતો પરેશાન થઈ ગયા છે. આ અંગે ખેડૂત હસુભાઇ પટેલે અને મેહુલસિંહ ઝાલાએ જણાવ્યું કે જીરાના પાકનુ વાવેતર કરી સારી કમાણી કરવાની ખેડૂતોને આશા હતી પણ પાક ઉપર આવી ગઇ છે. ત્યારે થોડા દિવસથી સુકારો આવતા ઉભા છોડતા પાદડા પીળા પડી સુકાય જાય છે. અને દાણા કાચા પાકી જાય છે.ખેડૂતો પરેશાન થઈ ગયા છે ત્યારે ખેડૂતોને મોમા આવેલ કોળીયો ઝુટવાઈ જવાની ભીતી સતાવી રહી છે. ત્યારે આ અંગે કૃષિનિષ્ણાંત ભાઈલાલભાઈ પટેલે જણાવ્યું કે વારંવાર એક પ્રકારનુ વાવેતર કરવાથી આ પ્રકારનો રોગ આવે છે. ત્યારે વાવેતરમાં ફેરફાર જરૂરી છે અને ફુગનાશક દવા પીવડાવાથી નુકશાન થતુ અટકાવી શકાય છે.આ ઉપરાંત પાણી આપવાનું બંધ કરવાથી વધુ નુકશાન થતુ અટકી જાય છે.

ધ્રાંગધ્રા પંથકમાં ખેતરોમાં જીરાના પાકમા સુકારો જણાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો