રાજુલામાં કેનેરા બેંકમાં પાક વીમા મુદ્ે ખેડૂતોનો હોબાળો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજુલામા કેનેરા બેંકમા 200 જેટલા ખેડૂતો ખાતુ ધરાવે છે. અહી બેંક દ્વારા પ્રિમીયમ નહિ કાપેલ હોવાને કારણે પાક વિમો ખેડૂતોને મળ્યો નથી જેને લઈને ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો હતા. અને ખેડૂતોનુ ટોળુ બેંકમા ધસી ગયુ હતુ અને ઉગ્ર રજુઆતો કરી હતી. જો કે પોલીસે સમજાવટથી હાલ તુર્ત મામલો થાળે પાડયો હતો.

બેંકમા ટેક્નિકલ ખામીના કારણે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયુ છે. જેને લઈને અગાઉ પણ ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા અહીં રજૂઆતો કરી હતી. અને અગાઉ પણ ખેડૂતોએ અહીં હોબાળો મચાવ્યો હતો. પરંતુ તે સમયે બેન્ક દ્વારા ધારાસભ્ય અંબરીશભાઈ ડેરની હાજરીમાં બેન્ક દ્વારા ખાતરી આપવામાં આવી હતી. તેમ છતા તે મુદત પૂરી થઇ અને કોઈ નિવેડો આવ્યો નહિ જેને લઈને બેન્ક સામે ખેડૂતોમાં ફરી રોષ ફાટી નીકળ્યો હતો અને ખેડુતોનુ ટોળુ બેંકમાં ઘુસતા બેન્ક દ્વારા પોલીસને બોલાવી હતી.

પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. જો કે સમગ્ર મામલાની જાણ થતા શહેર કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ જોશી, નગરપાલિકા સદસ્ય ઘનશ્યામભાઈ લાખણોત્રા, બલવંતભાઈ લાડુમોર સહિત કોંગ્રેસ અગ્રણીઓ ખેડૂતોની વહારે દોડી આવ્યા હતા અને રજૂઆતો કરી હતી. સાથે સાથે બેન્કના મેનેજર સહિત અધિકારીઓ દ્વારા ખેડૂતોના પાક વિમા મામલે ઊંચા હાથ કરી દીધા હતા અને અંતે મામલો ઉગ્ર બનવાના એંધાણ થોડીવાર માટે જોવા મળ્યા હતા.કોંગ્રેસ અને પોલીસની મધ્યસ્થીથી મામલો શાંત પડ્યો હતો. અને આવતી કાલે બેન્કના ઉચ્ચ અધિકારીઓ રાજુલા ખેડૂતો સાથે આ મામલે બેઠક કરશે અને પાક વિમાના મામલે નિરાકરણ લાવવા માટેની કાર્યવાહી હાથ ધરશે.

બેંકના અધિકારીઓ ધ્યાને નહીં આપે તો કાયમી તાળાબંધી. તસવીર.કે.ડી.વરૂ

અન્ય સમાચારો પણ છે...