તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગીરગઢડાનાં ખિલાવડ ગામે ખેડૂતે 5 માસ પહેલાં મગફળી વેચી, પણ પૈસા નથી મળ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગીરગઢડાના ખિલાવડ ગામે રહેતા નંદલાલભાઇ પડશાળા નામના ખેડૂતે ઊના મગફળી કેન્દ્રમાં નવેમ્બરમાં રૂ. 1.24 લાખની મગફળી વેચી હતી. ત્યારપછી બે માસ બાદ તેમને મહામુસીબતે મગફળીની રકમનો રૂ. 1.24 લાખનો ચેક આવ્યો હતો. આ ચેકમાં તેમના નામમાં ભૂલ હોવાથી ખેડૂતે જવાબદાર અધિકારીનું જેતે વખતે ધ્યાન દોર્યું હતું. પણ અધિકારીએ એવો જવાબ આપ્યો હતો કે, ચેક ખાતામાં જમા કરાવો પૈસા જમા થઇ જશે. પણ નામમાં ભૂલ હોવાથી ચેક રીટર્ન થતાં નંદલાલભાઇ નિગમના અધિકારી પાસે દોડી ગયા હતા. અને ચેકમાં ભૂલ સુધારી આપવા જણાવ્યું હતું. પરંતુ અધિકારીએ ચેક સુધારવા માટે ગાંધીનગર મોકલવો પડશે એમ કહ્યું. નંદલાલભાઇએ પોતાના પરસેવાની કમાણીના રૂ. 1.24 લાખ મેળવવા અવારનવાર નિગમની કચેરીએ ધક્કા ખાધા. અધિકારી કહે છે નામ સુધારી ચેક પાછો આવી જશે. પણ હજી આવ્યો નથી. આમ છેલ્લા 5 માસથી મગફળીની રકમ ખેડૂતના હાથમાં આવી નથી.

મેં બહુ મહેનત કરી : મેનેજર
નંદલાલભાઇ પડશાળાને તેમની મગફળીની રકમ વહેલી મળે એ માટે મેં બહુ મહેનત કરી છે.- આનંદભાઇ, મેનેજર, પુરવઠા નિગમ

મને વ્યાજ સાથે રકમ આપજો : ખેડૂત

મગફળીની રકમ તેમની પાસે રાખે, અને જ્યારે આપવી હોય ત્યારે આપે. આપે ત્યારે યોગ્ય વ્યાજ સાથે પાછી આપે.- નંદલાલભાઇ પડશાળા, ખેડૂત

અન્ય સમાચારો પણ છે...