કાળુભાર નદીમાં ડુબી જવાથી ખેડુતનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઇમ રીપોર્ટર | ભાવનગર | 28 સપ્ટેમ્બર

ભાવનગર શહેર-જીલ્લામાં બનેલી જુદી જુદી ઘટનાઓમાં વૃધ્ધા સહીત પાંચ વ્યકીતઓના મૃત્યુ઼ થયા હતા.

ઉમરાળા તાલુકાના ચોગઠ ગામની સીમમાંથી પસાર થતી કાળુભાર નદીમાં પડી જતા આધેડ ખેડુત રસિકભાઇ તળશીભાઇ ગઢીયા(ઉ.વ.55) નું મોત નીપજયું હતુ. તેઓ પોતાની વાડીથી અન્ય વાડી તરફ જઇ રહયા હતા.તે વખતે અકસ્માતે કાળુભાર નદીમાં પડી જતા અને પાણીના ઘસમસતા પ્રવાહમાં તણાઇને ડુબી જતા મોત નીપજયું હતુ.

જયારે કે તળાજા તાલુકાના ગોરખી ગામે રહેતા વનાભાઇ બાઘાભાઇ ડોડીયા(ઉ.વ.55) ગત તા.19/9 નાં રોજ શહેરના સંસ્કાર મંડળ ચોકમાં ટેમ્પોમાં બેસવા જતા અચાનક ચકકર આવતા પડી જતા સારવાર દરમ્યાન આજે મોત નીપજયું હતુ. જયારેકે નારીગામે રહેતા રાજુભાઇ શંભુભાઇ ઇટાળીયા (ઉ.વ.36) શહેરના નીર્મળનગરમાં બિલ્ડીંગના દદાર ચડતી વખતે પડી જતા સારવારમાં મોત નીપજયુ઼ હતુ.

ઉપરાંત પાલિતાણાના ગરાજીયા ગામે રહેતા લાભુબેન વાલાભાઇ ડાભી(ઉ.વ.80) તેમના ઘરે પડડી જતા તેમજ રસાલા કેમ્પમાં રહેતા જેન્તીભાઇ વાલજીભાઇ ચોેહાણ ઉ.વ.62) ઘરે પડી જતા અને બોરડીગેટ ખાતે રહેતા અમૃતભાઇ દાનભાઇ જોગદીયા(ઉ.વ.55) કામેથી ઘરે આવ્યા બાદ ચકકર આવતા બેભાન થઇ જતા સારવારમાં મોત નીપજયું હતુ.

અન્ય સમાચારો પણ છે...