તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લગ્નપ્રસંગ આટોપી પોરબંદર જતા પરિવારની કારને અકસ્માત, 5 ઘવાયા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉપલેટા શહેરના કોલકી બાયપાસ પરના સર્વિસ રોડ પાસે દૂધનું ટેન્કર અને ઈકો કાર વચ્ચે અકસ્માત સર્જાતા એકજ પરિવારના પાંચ લોકો ઈજાગ્રસ્ત થતાં ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ડેલ્ટા સ્કૂલ પાસે, કોલકી બાયપાસના સર્વિસ રોડ પર જુનાગઢના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ માહી ડેરીમાં કોન્ટ્રાક્ટથી ચાલતું અને દ્વારકા જિલ્લાના કલ્યાણપુર ખાતે રાબેતા મુજબ દૂધ ભરવા જઈ રહેલ દૂધનું ટેન્કર નં. જીજે - ૦૨ -Z- ૬૩૦૦ના કિલનર સાઈડના પાછળના વ્હીલના જોટામાં જેતપુરની જીજે-૦3- JL - 7187 નંબરની પૂરપાટ આવી રહેલ મારૂતિ ઈકો કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક જ પરિવારના પાંચ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

ઈકો કારમાં પોરબંદરના ધોબી સમાજના લોકો કે જેઓ જેતપુર ખાતે લગ્ન પ્રસંગે ગયેલ હોય, પરત આવતા સમયે જેતપુરથી ઈકો કાર ભાડે બંધાવેલ હતી. જેમાં પોરબંદરના મહેશભાઈ વલ્લભભાઈ વારા ઉંમર વર્ષ ૪૪, આરતીબેન વિજયભાઈ વારા ઉમર વર્ષ ૩૦, વેદ મનીષભાઈ વારા ઉમર વર્ષ ૫, પુનમબેન ઉર્ફે પારૂલબેન મનીષભાઈ વારા ઉંમર વર્ષ ૩૨, તેમજ જેતપુરના ઈકો કારના ડ્રાઈવર ઐયુબભાઈ ઈકબાલભાઈ વોરા ઉંમર વર્ષ ૩૫ વાળાઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેઓને 108 મારફત ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

જેમાંથી મહેશભાઈ વારા અને આરતીબેન વારાને વધુ સારવાર અર્થે પોરબંદર ખાનગી ઓર્થોપેડીક હોસ્પિટલ ખાતે સારવાર અર્થે રિફર કરાયા હતા. જ્યારે ઈકો કાર ચાલક મુસ્લિમ સમાજના ઐયુબભાઈ વોરાને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને હાઈવે ઓથોરિટીની ક્રેઈન વડે રોડ વચ્ચે પડેલ ઈકો કારને ઉઠાવી સાઈડમાં સર્વિસ રોડ પર મૂકી દેતા ટ્રાફિક ફરી પૂર્વવત થયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો