મહુવામાં ST ના પિકઅપ પોઇન્ટ ઉભા કરી મુસાફરોને સુવિધા આપો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહુવા એસ.ટી. ડેપોએ મહુવા શહેરમાં પીકઅપ અને ડ્રોપ પોઇન્ટ ઉભા કરી મહુવા - ભાવનગર - મહુવા રૂટ શરૂ કરી મહુવા એસ.ટી.ડેપોએ ભાવનગર માફક પ્રાઇવેટ ઓપરેટરોને નાથવા જોઇએ. તેવી માંગ મુસાફરોમાં ઉભી થવા પામી છે.

જીલ્લામાં વધુ નફો કમાતા મહુવાના એસ.ટી. ડેપો સાથે ઓરમાયુ વર્તન રાખવામાં હોવાના કારણે એક વખતનો એ ગ્રેડનો ડેપો સી-ગ્રેડનો બની ગયો છે. મહુવાના એસ.ટી.સ્ટેન્ડ સુધી આવી ચાલો ભાવનગર.., ચાલો ભાવનગર...ની બુમો પાડી એસ.ટી.ના મુસાફરો ખેચી જતા પ્રાઇવેટ ઓપરેટરોને નાથવા પણ એસ.ટી.તંત્રએ મહુવા શહેર માંથી મીની બસના રૂટ શરૂ કરવા જોઇએ જેથી મુસાફરોને રીક્ષા ભાડામાં રુ.10 થી 15 ઉમેરી
ભાવનગર સુધીની મુસાફરી કરી શકે તેમ છે. આ વ્યવસ્થાથી એસ.ટી. નિગમને વધુ મુસાફર મળે અને મુસાફરોને પણ આર્થિક ફાયદો થાય.

મહુવા-ભાવનગર એસ.ટી.ની મીનીબસનું ભાડું રૂ.51 છે અને મુસાફરોને સોસા.માંથી એસ.ટી. સ્ટેન્ડે આવવાના
રીક્ષાભાડા રૂ.40 થી 50 ચુકવવા પડે છે. જો એસ.ટી.તંત્રને શહેર માંથી રૂટ ચલાવવા સ્ટેજ વધે તો મુસાફરો એક-બે સ્ટેજનું
વધારાનું ભાડુ આપવા આનાકાની નહીં કરે.

અગાઉ એસ.ટી. ડેપો દ્વારા આવી વ્યવસ્થા શરૂ કરાઇ હતી જેને સારોએવો પ્રતિસાદ પણ મળેલ પરંતું રોડના બહાના તળે પ્રાઇવેટ ઓપરેટરોના દબાણને કારણે બંધ કરવામાં આવેલ છે. મહુવાના રોડ ધણા સમયથી આર.સી.સી. રોડ બની ચુક્યા છે. ઉપરોક્ત સુચીત રોડના એક પણ રોડ અયોગ્ય નથી. આથી વહેલી તકે ફરી વહેલી તકે હાઇ-વે તરફ જતા રોડ ઉપરથી મહુવા-ભાવનગર રૂટની બસ ચલાવવામાં આવે તેવી માંગ મુસાફરોના અને એસ.ટી.ના હીતમાં હોવાનું જણાવી મહુવાના વિવિધ સંગઠનોએ રજુઓતો કરી હોવા છતાં એસ.ટી. તંત્ર દ્વારા વાહન અને ક્રુ ની ઘટ તેવા વિવિધ બહાના તળે મહુવા શહેરમાંથી રૂટ ચલાવવામાં આવતો નથી. જે બાબત એસ.ટી. તંત્ર સાથે પ્રાઇવેટ ઓપરેટરોની મીલી
ભગતના કારણે રૂટ ચલાવવામાં આવતા નથી તેવા આક્ષેપો મુસાફરો કરી રહ્યા છે. તેમ
છતાં એસ.ટી. તંત્રના પેટનું પાણી હલતુ નથી.

{ ST સ્ટેન્ડ પાસેથી ખાનગી વાહનોની બુમથી મુસાફરોને ખેચવાના કરાતા પ્રયાસો

તો આટલી સોસાયટીના લોકોને થાય ફાયદો

દર અડધી કલાકે મહુવા - ભાવનગર - મહુવા વચ્ચે સામ સામા-સામી મીની બસના રૂટો નિયમિત પણે ચલાવવામાં આવે ઉપરાંત દર કલાકે નોનસ્ટોપ ઇન્ટરસીટી બસ ચલાવવામાં આવે અને તેમજ નોન સ્ટોપ ઇન્ટરસીટી બસના જુદા જુદા રૂટ મહુવા શહેરને હાઇ-વે સાથે જોડતા સોસાયટીના રોડ જેમ કે, એસ.ટી. સ્ટેન્ડ થી ગાંધીબાગ-વી.ટી.નગર રોડ, શનીદેવ-ભાવનગર, એસ.ટી.સ્ટેન્ડથી- વાસીતળાવ-ગોરડીયા કોમ્પ્લેક્ષ-મગનભાઇનું સ્ટેચ્યુ - ગાયત્રીનગર -સ્વામીનારાયણ મંદિર-ભાવનગર, એસ.ટી. સ્ટેન્ડથી - કુબેરબાગ – ગાંધીબાગ-કોલેજચોક – મોટા જાદરા રોડ, ગોકુળનગર - ભાવનગર, એસ.ટી.સ્ટેન્ડથી- ભાદ્રોડ ગેઇટ- નવા ઝાપા- ખાર ગેઇટ-બારપરા-રામ પાસરા-કિશાન સોસા.-ભાવનગર એમ ચાર રૂટ બાયપાસ રોડ ઉપરથી ચલાવી અને પરત તે જ રૂટ ઉપર એસ.ટી. સ્ટેન્ડ પહોંચે તેવી માંગ મહુવા શહેરના મુસાફરોમાં ઉભી થવા પામી છે.
અન્ય સમાચારો પણ છે...