મોરબીમાં અતિવૃષ્ટિથી જમીન ધોવાણ અને હવે ગુલાબી ઈયળોના ત્રાસથી ખેડૂતો પરેશાન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોરબી જિલ્લાના ખેડૂતોની સ્થિતિ છેલ્લા 2 વર્ષથી એક સાંધો અને તેર તૂટે જેવી થઈ ચૂકી છે. 2018માં દુષ્કાળ બાદ 2019માં અતિવૃષ્ટિએ પાક ધોઈ નાખ્યા હતા પાછોતરા વાવતેર કર્યું તો કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન થયું હતું.કપાસના પાક ઉતરવાના સમયે ગુલાબી ઈયળોનો ત્રાસ વધ્યો છે. મોરબી માળિયા અને ટંકારા તાલુકાના ગામડાંમાં કપાસ પાક હાલ ઉતરી રહ્યો છે. ખેતમજૂરી કરવા આવતા પરપ્રતિય મજુર તેમના વતનમાં પરત ફરી જતા ખેડૂતને મજુરી મળતા નથી તો બીજી તરફ કપાસમાં રહેલી ગુલાબી ઈયળ કપાસને અંદરથી ખોખલું કરી રહ્યું છે.ગુલાબી ઈયળને કારણે છેલ્લી ઘડીએ પાકમાં ખેડૂતોને 10થી 15 ટકાનું નુકસાન થયું છે મોરબી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો કપાસનું વાવેતર કરે છે ત્યારે આ સિઝનમાં કપાસમાં ગુલાબી ઈયળો આવતા ખેડૂતોની માઠી દશા થઇ છે. ખેડૂતને 10 મણ કપાસ થવાનો હોય તો 7 થી 8 મણ જેટલો કપાસ થાય છે અને તે ઉપરાંત ઈયળ વાળા કપાનના ભાવમાં પણ કપાત થાય છે.જેના કારણે યાર્ડમાં કપાસ આપવા જાય તો પુરતાં ભાવ પણ મળતા ન હોય જેથી તેમને કરેલા ખર્ચ કાઢવો પણ મુશ્કેલ છે.

પાણીવાળા ખેતરમાં ઈયળનો ત્રાસ વધુ હતો

ચાલુ સિઝનમાં ઈયળ ખૂબ વધી જતાં અમને પાકમાં ભારે મુશ્કેલી પડી રહી છે.હાલ મજુર પણ મળતા નથી જૅથી ઈયળ કપાસિયા ખાઈ જાય છે. વિઘાએ 3થી4 મણનું નુકશાન સહન કરવું પડી રહયો છે. તેમ ખેડુત દિપક અમૃતિયાએ જણાવ્યું હતું.તા.

ગ્રામ સેવકો ખેડૂતોને જરૂરી માર્ગદર્શન આપ્યું છે

મોરબી જિલ્લામાં કપાસમાં ગુલાબી ઈયડની ફરિયાદ આવતા અમે ખેડૂતને વધુ નુકશાન થી બચાવવા ગ્રામ સેવકોને ઈયળથી થતા નુકશાનથી બચવા જરૂરી માર્ગદર્શન આપવા સૂચના આપી હતી અને ગ્રામ સેવકો દ્વારા આ અંગે ગામડાં ગામડાં સુંધી જાગૃતિ અભિયાન ચલાવાયા છે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી ડી.બી ગજેરાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...