કોટડામાં ટેકાના ભાવે મગફળી ખરીદમાં મુદ્દતમા વધારાની માગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોટડાસાંગાણી તાલુકાના મગફળીના ખરીદ કેન્દ્રમાં ખરીદીની મુદ્દત વધારવા અંગે રજૂઆત કરાઈ હતી. કોટડાસાંગાણી તાલુકાનુ ટેકાના ભાવનુ મગફળી ખરીદ કેન્દ્ર કોટડાસાંગાણી ગોંડલ માર્ગ પર નિગમનુ ગોડાઉન રખાયુ છે. જ્યા તાલુકાના 42 ગામના રજિસ્ટ્રેશન કરાવનાર ખેડુતો પોતાની મગફળી વહેંચવા જાય છે. તાલુકાના 4797 ખેડુતોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ હતુ. જેમાના 4455 ખેડુતોએ પોતાની મગફળી સરકારને વહેંચી દીધી છે અને 300 થી વધુ ખેડુતો બાકિ રહ્યાં છે. પરંતુ 13 તારીખ સુધી જ મુદ્દત છે જે બે દિવસો જ બાકી રહ્યા છે. બાકી રહેેલા ખેડુતોની મગફળી ખરીદી કરી શકે નહી તેથી મગફળી ખરીદી કરવાની મુદ્દત વધારવા કલેકટર સહિત ઉચ્ચકક્ષાએ રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...