તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોટીલા હાઇવે પર ટ્રકમાં જનરેટરની અંદર દારૂની હેરાફેરીનો પર્દાફાશ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ચોટીલા પોલીસે બાતમીના આધારે હાઇવે પર વોચ ગોઠવી હતી. તે દરમિયાન પસાર થતા મિનિ ટ્રકની તલાસી લેતા તેમાં જનરેટરની અંદર વિદેશીદારૂની બોટલો મળી આવી હતી. પોલીસે દારૂઅને ટ્રક સહિત રૂપિયા 21.27 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ગુજરાતભરમાં ચાલતા બેફામ દેશી તેમજ વિદેશી દારૂના વેપાર કરતા બુટલેગરો પર પોલીસે છાપો મારી વિદેશી દારૂની બોટલો સહિત રૂ.21,27,400 ના મુદામાલ સાથે બે શખ્સો ને ઝડપી પાડી ગુન્હો દાખલ કર્યો હતો. ગુજરાતમાં બેફામ બની દારૂનો વેપલો બુટલેગરો પર ચાંપતી નજર રખાઇ રહી છે.

ચોટીલા પોલીસ મળેલ બાતમીના આધારે હાઇવે પરથી પસાર થતી મીની ટ્રકમાંથી ઇલેક્ટ્રિક જનરેટરની આડમા વિદેશી દારૂની 103 બોટલ રૂ.82,400ની તેમજ મીની ટ્રક રૂ.5 લાખ, જનરેટર રૂ.15 લાખ, બાઇક રૂ.35,000 હજાર તેમજ બે મોબાઈલ મળી રૂ.21,27,400 ના મુદામાલ સાથે ટ્રક ચાલક વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ટુકવડા ગામના પરબતભાઇ જગાભાઈ નદાણીયા અને દ્વારકા જિલ્લાના ખંભાળીયા તાલુકાના ભારથર ગામના ભરતભાઈ રામશીભાઈને ઝડપી લેવાયા હતા. આ કામગીરીમાં પીઆઈ બી.કે.પટેલ, પીએસઆઈ રાજદીપસિંહ જાડેજા સહિતનો સ્ટાફ જોડાયો હતો.

વિદેશી દારૂ સહિત રૂ.21.27 લાખના મુદામાલ સાથે 2 ઝડપાયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો