તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોકડી PNBમાં કર્મીઓની ગેરહાજરીથી ગ્રાહકોને હાલાકી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચુડાના ચોકડી ગામની પંજાબ નેશનલ બેંકમાં છેલ્લા કેટલાક દિવસોથી મેનેજર અને કર્મચારીઓની ગેરહાજરીને કારણે ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આથી લોકોને બેંક કામમાં ધક્કા ખાવા પડી રહ્યા હોવાની ફરિયાદ ઉઠી છે.

ચુડા તાલુકાના ચોકડીની પંજાબ નેશનલ બેંકમાં છેલ્લા 5 દિવસથી કોઈ કારણસર મેનેજર સહિત કર્મઓની ગેરહાજરીને કારણે ગ્રાહકોને હાલાકી ભોગવવી પડે છે. જેમાં છેલ્લા કેટલાક દિવસોથી બે કર્મચારી ધક્કા મારી ચલાવી રહ્યા છે. બેંકમાં ચોકડી, કોરડા, જૂની નવી મોરવાડ, ભાણેજડા, સમઢીયાળા સહિત ગામોનો સમાવેશ કરાયો છે. આ બેંકમાં કંચનબેન ધરજીયા, શાંતુભાઈ ખાચર, હાર્દિકભાઈ બાવળીયા, વિજયભાઈ ધરજીયા, મધુબેન બાવળીયા સહિતના લોકો સમઢીયાળા ગામથી છેલ્લા ચાર પાંચ દિવસથી બેંકમાં ખાતા ખોલવવા કે જૂના બંધ ખાતા ચાલુ કરાવવા સહિતના કામ માટે આવે છે. પરંતુ કામનું બહાનું આગળ ધરી દરરોજ ધક્કા ખવડાવવામાં આવી રહ્યા હોવાની રાવ ઉઠી છે. આથી ધરમધક્કા અને સમયની બરબાદીથી કંટાળી આખરે તેઓએ બેંકના વહીવટને લઈને લેખિતમાં ફરીયાદ કરી ગેરવર્તણૂક કરવા બદલ બેંક કર્મી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે. ચોકડી બેંક કર્મી કિશોરકુમારે જણાવ્યુ કે બેંક મેનેજરના ફેમિલીમાં કોઈ પ્રોબ્લેમ હોવાથી તેઓ રજા પર છે અને અન્ય એક કર્મચારી પણ રજા ઉપર છે. અત્યારે મારે વર્કિંગ ટાઈમ પુરો થઈ ગયો છે. કાલે બેંક ટાઈમે વાત કરશો તો હું વધુ કહીશ તેમ કહીં પોતાની જવાબદારીથી હાથ ઉંચા કરી લીધાં હતા.

અન્ય સમાચારો પણ છે...