તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભગવત ગીતા ગ્રંથ આધારીત પરીક્ષા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ઇસ્કાેન પુના સ્થિત વેલ્યુ એજ્યુકેશન કાેન્ટેસ્ટ દ્વારા આયાેજીત ભગવદ ગીતા ગ્રંથ આધારીત પરીક્ષામાં કેશાેદની 2 વિદ્યાર્થીઓએ દ્વિતિય નંબર પ્રાપ્ત કરતાં તેમને એક એક સાયકલ ભેટ આપવામાં આવી હતી. જયારે તમામ પરીક્ષાર્થીઓને સર્ટીફિકેટ આપવામાં આવ્યા હતાં.
કેશાેદની પટેલ વિદ્યાર્થી આશ્રમ સંચાલિત જીડીવી સ્કુલમાં ધાેરણ 7 માં અભ્યાસ કરતી દેવાંશીબેન છગનભાઇ મેનપરા તેમજ ક્રિષ્ના પ્રાઇમરી સ્કુલમાં ધાેરણ 10 માં અભ્યાસ કરતી યશ્વીબેન સંજયભાઇ રાદડિયાએ ઇસ્કાેન દ્વારા ભગવદ ગીતા ગ્રંથ આધારિત પરીક્ષામાં સમગ્ર જિલ્લામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું તેમને ઇસ્કાેન તરફથી એક એક સાયકલ ભેટ આપવામાં આવી હતી. જયારે તમામ સ્પર્ધકાેને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતાં આ પ્રસંગે પટેલ વિદ્યાર્થી આશ્રમ સ્કુલ સંચાલક જયેશભાઇ લાડાણીઉપસ્થિત રહયાં હતાં.

_photocaption_વિજેતા વિદ્યાર્થીઓને એક-એક સાયકલ અને પ્રમાણપત્રો અપાયા. } પ્રવિણ કરંગીયા*photocaption*

કર્મ અને સંસ્કારનું માધ્યમ બને છે

ટીમ સદસ્ય રાજેન્દ્રભાઇ દેસાઇએ જણાવ્યું કે જૂનાગઢ જિલ્લાની આ સ્પર્ધામાં 13000 વિદ્યાર્થીઓ જાેડાયા હતાં. વધુમાં કહ્યું કે જીવન જીવવાના મુલ્યાે શિખવતાં ગ્રંથ ભગવદ ગીતાની જાે વિદ્યાર્થીને પરીક્ષા દ્વારા સમજણ આપવવામાં આવે તાે તે કર્મ અને સંસ્કારનું માધ્યમ બને છે જેથી તેમને જીવનના તમામ ક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરવા મદદરૂપ બને છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો