તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેરાવળની સરકારી હોસ્પિટલ ખાતે ઇવીએમ-વીવીપેટનું નિદર્શન યોજાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશભરમાં લોકસભાની સામાન્ય ચૂંટણી અને 7 એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે વેરાવળ સરકારી હોસ્પિટલ ખાતે ઇવીએમ-વીવીપેટ મશીનોનું નિદર્શન યોજાયું હતું.

મદદનીશ ચૂંટણી અધિકારી નિતિન સાંગવાન અને મામલતદાર દેવકુમાર આંબલીયાની ઉપસ્થિતિમાં વેરાવળ સરકારી હોસ્પિટલ ખાતે મતદાન જાગૃતિ અંતર્ગત સ્વીપ એકટીવીટી અંગેની લોકોને જાણકારી આપવામાં આવી હતી. તેમજ મહિલાઓ અને પુરૂષોએ ડમી મતદાન કરી ઇવીએમ-વીવીપેટ અંગે માર્ગદર્શન મેળવ્યું હતું. ઉપરાંત મતદાન જાગૃતિનો સંદેશો આપતી રંગોળી બનાવી હતી. સરકારી હોસ્પિટલનાં સ્ટાફ દ્વારા અચુક મતદાન કરવા માટે સૈા કોઇએ શપથ ગ્રહણ કરી લોકશાહી પર્વમાં સહભાગી થવા સંકલ્પબધ્ધ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...