તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહુવામાં દર વર્ષે થાય છે નાના-મોટા ઉઠમણા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહુવા બ્યુરો | 11 જાન્યુઆરી

આર્થિક છેતરપીંડી આચરી ઉઠમણા કરનારઓ માટે જેલ સજાઓની આકરી જોગવાઇ કરવામાં આવી છે પરંતુ આ આર્થિક ગુન્હા નિવારણ સેલ માત્ર કાગળ ઉપર રચાયું છે. જેના દ્વારા કોઇ નક્કર પગલા લેવામાં આવતા નથી આથી મહુવા જેવા ઔદ્યોગીક મથકમાં દર વર્ષે નાના-મોટા ઉઠમણા થઇ રહ્યાં છે.

વિશ્વાસના આધારે મહુવામાં ડુંગળી સહિતનો વેપાર ચાલે છે. કેટલાક ચીટરો પૂર્વયોજીત કાવતરા દ્વારા ગેરલાભ ઉઠાવી વર્ષે દહાડે કરોડો રૂપિયાનું બુચ મારી જતા રહે છે અને માત્ર ડુંગળી જ નહીં સીંગ, અનાજ, જમીન, બાંધકામ ક્ષેત્રે આર્થિક નુકસાન પહોંચાડી રહ્યાં છે. જેની સામે અન્ય વેપારીઓ અને નાણા આપનાર લાચાર હોય છે જેથી ચીટરોને મોકળુ મેદાન મળી ગયું છે.

આવા ચીટરોના કારણે મહુવાના અનેક વેપારીઓએ પોતાની પરસેવાની કમાણી ગુમાવી કરોડપતિમાંથી રોડપતિ થવાનો વારો આવ્યો હતો. હવે આગામી સમયમાં આ છેતરપીડીંની સમસ્યા નિવારવા માટે કડક હાથે કામ લેવામાં આવે તેવી માંગ ઉભી થવા પામી છે. એકાદ વર્ષ પહેલા નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ સમક્ષ અગ્રણી વેપારીઓએ આર્થિક ગુન્હો આચરતા ચીટરો સામે પગલા ભરવા આર્થિક ગુન્હા નિવારણ સેલની રચના કરવા માંગણી કરી હતી અને રાજ્ય સરકારે ક્રાઇમ બ્રાંચ હેઠળ સેલની રચના માટે તૈયારીઓ કરી છે પરંતુ કોઇ અસરકારક પગલા આજ સુધી ન લેતા આ વ્યવસ્થા સમગ્ર રાજ્યમાં કરવામાં આવે તેવી માંગનો પ્રશ્ન હજુ અધ્ધર તાલ છે.

આ સેલ સત્વરે કાર્યરત થાય અને આવા ચીટરો સામે જેલની આખરી સજા કરતું વિધેયક લાવવામાં આવે તો બજારમાં મોટી રકમનું ઉઠમણું કરી નાના વેપારીઓને પણ ફરજીયાત ઉઠમણું કરવા મજબુર બનાવતા ચીટરોને નાથવાની ખુબ જ જરૂર છે.

દરમ્યાનમાં હવે સરકાર દ્વારા બેંકના એન.પી.એ. ઘટાડવા અને બેંકના નાણા ઓળવી જનારની મિલ્કતો વેચી વસુલાત કરવા ઘડેલ કડક કાયદાથી હવે એન.પી.એ.નું પ્રમાણ ઘટી રહ્યું છે. તે રીતે ઉઠમણું કરનાર સામે કડક પગલા લઇ શકાય તેવા કાયદા અને આર્થિક ગુન્હા નિવારણ સેલની રચના કરવા માંગણી પ્રબળ બની છે. જેથી સમસ્યાનો ઉકેલ આવે.

ગામ છોડી ચાલ્યા જવાનો નવો રીવાજ
ડુંગળી, કેરી, મગફળી, અનાજ, જમીન, બાંધકામ, હિરા વેગેરે વ્યવસાયોમાં નફો થાય તો નાણા ચુકવવામાં આવે ખોટ જાય તો બુચ મારવામાં આવે પછી કહેવાતા શાહુકારો, મોભીયો, મહાજન ભેગા થઇ પાવલી, આઠ આના નામ પાડે અને 25 ટકા થી 50 ટકા જેટલું ચુકવણી થાય બાકીના ભુલી જવાના. આવા વહિવટના કારણે ચીટરોને મોકળુ મેદાન મળી ગયું છે. આથી હવે પાવલી ચુકવવી ન પડે તે માટે ગામ છોડી ચાલ્યા જવાનો રીવાજ ઉભો થઇ રહ્યોં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે કોઇ શુભચિંતકની પ્રેરણા અને આશીર્વાદથી તમે તમારી અંદર પોઝિટિવ ફેરફાર અનુભવ કરશો. તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહેવું ચોક્કસ જ તમને સફળતા આપી શકે છે. નવી ગાડી ખરીદવાની યોજના બની રહી છે તો ...

  વધુ વાંચો