હજુ નાળા-પુલીયાનું કામ શરૂ છે ત્યાં જ ગાબડાં પડવા લાવ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોડીનારથી ઉના સુધીનાં 40 કિમીનાં ફોરટ્રેક રોડનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. આ કામમાં નાળા - પુલીયા બનાવવા માટે અન્ય એજન્સીને કામ સોંપાયું હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે ડોળાસા થી કોડીનાર વચ્ચે અડવી ગામ પાસે આવેલ એક નાળાનું તાજેતરમાં જ નિર્માણ થયું છે. હજું ઉપર રોડ બન્યો પણ નથી ત્યાં જ આ પુલમાં ગાબડાઓ પડવા લાગ્યાં છે. કરોડોનાં ખર્ચે ભાવનગરથી સોમનાથ સુધીનાં ફોરટ્રેક રોડનું કામ ચાલી રહ્યું છે. આ દરમિયાન અનેક નાના મોટા પુલીયાનાં લોટ પાણીને લાકડાની જેમ કરેલા કામમાં ગેરરીતી થઇ હોવાની લોકોમાં આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આથી સ્થાનિક લોકો દ્વારા આ બાબતે ઉચ્ચતરીય તપાસ કરી જવાબદારો સામે યોગ્ય પગલા ભરવા માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...