તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોટાદ જિલ્લાના ઢાંકણિયા ગામના તળાવથી ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

બોટાદ જિલ્લાના ઢાંકણિયા ગામના તળાવથી ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલે સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. કાર્યક્રમમાં ઉદ્દબોધન કરતાં ઉર્જા મંત્રીએ જણાવ્યું હતુ કે, ગુજરાતમાં ઓછા વરસાદના કારણે પાણીની જે પરિસ્થિતિ ઉભી થઈ છે તેને જળસંચયના કાર્યો દ્વારા અવસરમાં પલટાવવા સુજલામ સુફલામ જળ અભિયાન દ્વારા આગવા પ્રકારનું કાર્ય આરંભ્યું છે.

બોટાદ જિલ્લામાં આરંભાયેલા આ જળ અભિયાન દરમિયાન જિલ્લામાં અંદાજીત 7.24 કરોડના ખર્ચે 333 જેટલા જળસંચયના કામો હાથ ધરાશે. જેમાં તળાવો ઉંડા કરવા, ચેકડેમ ડી-સીલ્ટીંગ, નદીઓ પુન: જીવીત કરવા જેવા જળ સંચયના અનેકવિધ કામો હાથ ધરાશે.

આ પ્રસંગે મંત્રીના હસ્તે ઢાંકણીયા ગામમાં અંદાજીત રૂપિયા 7 લાખના ખર્ચે નિર્માણ પામેલ આંગણવાડી (નંદ ઘર) ના આધુનિક ભવનનું લોકાર્પણ તથા નરેગા યોજનામાંથી આંગણવાડી સુધીના પેવર બ્લોક રસ્તાનું ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતુ. આ ઉપરાંત મંત્રીએ અંદાજીત 5.50 કરોડના ખર્ચે સુખભાદર નદી ઉપર બનાવવામાં આવેલ પુલનું તેમજ અંદાજીત રૂપિયા 80 લાખના ખર્ચે ગુજરાત સરકારના સહ્યોગથી શરૂ કરવામાં આવેલ હિમોડાયાલિસિસ વિભાગનું લોકાર્પણ કર્યું હતુ.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી આશીષ કુમાર, સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર જાસોલીયા, કિડની હોસ્પિટલ અમદાવાદના ડાયરેકટર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી. એમ. પટેલ, પ્રોગ્રામ ઓફિસર હસીનાબેન ગામ આગેવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો