તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોરબીમાં રોજગાર ભરતી મેળો : 726 ખાલી જગ્યા માટે 1082 ઉમેદવારના ઇન્ટરવ્યૂ, 544ની પસંદગી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના તમામ જિલ્લામા 15 દિવસમાં રોજગાર મેળા યોજી ભરતી કરવા અાયોજન કર્યુ છે. તેના ભાગરૂપે મોરબીના એલ.ઇ. ક્રિકેટ ગ્રાઉન્ડમાં ગુરુવારે રોજગાર વિનિમય કચેરી દ્વારા રોજગાર ભરતી મેળાનુ અાયોજન કરવામા અાવ્યુ હતુ. મેળાના ઉદઘાટક તરીકે સાંસદ મોહનભાઇ કુંડારીયા હાજર રહ્યા હતા અને યુવાનોને ધ્યેય નક્કી કર્યા બાદ અથાગ મહેનત અને પુરુષાર્થ કરે તો જ જીવનમાં આગળ વધી શકાય છે તેમ જણાવ્યુ હતું. ઉપરાંત રોજગાર દાતા સંસ્થાઓ અને કંપનીઓને પણ ઉદારદિલ રાખી બિન અનુભવી યુવાનોને નોકરીની તક આપી અનુભવ પૂરો પાડવા અપીલ કરી હતી.

મેળામાં 33 સંસ્થા દ્વારા 726 ખાલી જગ્યા માટે ભરતી પ્રક્ીયા હાથ ધરવામાં અાવી હતી.અા ભરતીમા 2200 છાત્રોની નોધણી થઇ હતી જેમાથી 1082 ઉમેદવારે ઇન્ટરવ્યુ અાપ્યા હતા જેમાથી 544 જેટલા જ ઉમેદવારની પ્રાથમિક પસંદગી થઇ હતી ઉદ્યેોગ નગરી તરીકે અોળખ ધરાવતા મોરબી શહેરમાં 1 હજાર કરતા વધુ સીરામીક ફેકટરી પેેપરમીલ ઘડીયાળ નોન વુવન ખાનગી બેન્ક સહીતની મોટા પ્રમાણમા ઉદ્યોગ હોવા છતા માત્ર 33 સંસ્થાઅે ભરતી મેળામા રસ દાખવ્યો હતો.મોરબીના યુવાનોને નોકરી અાપવાની મસમોટી વાતો કરતા ઉદ્યોગકારો શા માટે ભરતીમા રસ ન દાખવ્યો તે પણ અેક સવાલ છે. કાર્યક્રમમા ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા, પૂર્વ ધારાસભ્ય કાંતીભાઇ અમૃતિયા, જિલ્લા પોલીસ વડા ડૉ. કરણરાજ વાઘેલા સહિતનાઅે પ્રાસંગિક પ્્રવચન અાપ્યુ હતું. અા તકે જિલ્લા રોજગાર અધિકારી બી.ડી. જોબનપુત્રાએ રોજગાર ભરતીનો ઉદ્દેશ્ય અને રોજગાર કચેરી દ્વારા કરાતી વિવિધ પ્રવૃતિ અંગે સૌને માહિતગાર કર્યા હતા. ઉદ્દઘાટન કાર્યક્રમના પ્રારંભે નિવાસી અધિક કલેક્ટર કેતન.પી. જોષી દ્વારા મંચસ્થ મહાનુભવોને આવકારી રોજગાર વાંચ્છુ યુવાનોને તેમના ભણતરને અનુરૂપ રોજગારી મળે તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી. ભરતી મેળાના જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હંસાબેન પારઘી, જિલ્લા ભાજપના મહામંત્રી જ્યોતિસિંહ જાડેજા તથા હિરેનભાઇ પારેખ, મોરબી તાલુકા પંચાયત પ્રમુખ હંસરાજભાઇ પાંચોટીયા, લાખાભાઇ જારીયા, મોરબી પ્રાંત અધિકારી એસ.જે. ખાચર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર શ્રી ઝાલા, સહિત મોટી સંખ્યામાં જિલ્લા વહિવટી તંત્રના સબંધિત અધિકારીઓ, કર્મચારીઓ જિલ્લામાંથી રોજગારવાંચ્છુ યુવાનો, યુવતીઓ, નોકરી દાતા સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...