મૂળી - સાયલા રોડ પર બાવળોનાં સામ્રાજ્યથી અકસ્માતની ભીતી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૂળીહાઇવેથી સાયલા જવાના રોડપર છેલ્લા ધણા સમયથી બંન્ને સાઇડમાં બાવળોનું કટિંગ કરાતા વાહન ચાલકોને પરેશાની વેઠવી પડે છે. જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવા સ્થાનિકો માગ કરી રહ્યા છે.

મૂળીનાં અનેક ગામોમાં રસ્તાની સમસ્યા સતાવી રહી છે. મૂળીથી સાયલા હાઇવે સુધી જવા માટે 10 કિ.મી અંતર કાપવું પડે છે ત્યારે આ રોડપર છેલ્લા ઘણા સમયથી તંત્ર દ્વારા બાવળોનું કટિંગ ન કરાતા હાલમાં અડધા રોડ સુધી બાવળો જોવા મળે છે. તેમજ વળાંકોમાં સામેથી આવતે વાહનો નજીક પહોંચે ત્યાં સુધી જોઇ શકાતા ન હોવાથી અનેક વખત વાહનચાલકોને અકસ્માતનો ભોગ બનવુ પડે છે. આથી તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરાય તેવી સ્થાનિકો અને વાહનચાલકો માંગ કરી રહ્યા છે. આ અંગે ગ્રામજનો સંજયસિંહ, યુવરાજસિંહ સહિતનાંઓએ જણાવ્યું કે રોડ પર બાવળોનું સામ્રાજ્ય હોવાથી લોકોને ભારે મુશ્કેલી ભોગવવી પડે છે. છેલ્લા ધણા સમયથી બાવળો કટીંગ ન કરાતા હાલ અડધા રોડ સુધી બાવળો જોવા મળે છે ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કાયૅવાહી કરાયત તેવી અમારી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...