તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દ્વારકામાં મકાનમાં જુગાર રમતા છ મહિલા સહિત આઠ ઝડપાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દ્વારકામાં બિરલા પ્લોટ વિસ્તારમાં પોલીસે એકમકાનમાં દરોડો પાડી જુગાર રમતી છ મહિલા સહિત આઠ શખ્સને પકડી પાડી રૂ.54,900ની રોકડ અને છ મોબાઇલ ફોન સહિત રૂ.68,900નો મુદામાલ કબજે કર્યો હતો. આ દરોડાના પગલે ક્ષણિક અફડા તફડી મચી જવા પામી હતી.

દ્વારકામાં સ્થાનિક પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. જે વેળાએ પોલીસ ટીમને બિરલા પ્લોટ વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી એક શખ્સ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવતો હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે પોલીસે રીક્ષા ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા પુનાભા કાનાભા માણેકના મકાનમાં દરોડો પાડયો હતો.

આ દરોડા વેળા પોલીસને મહિલાઓ સહિત આઠેક શખ્સ જુગાર રમતા હોવાનું માલુમ પડ્યુ હતુ. આથી પોલીસે મકાનધારક પુનાભા ઉપરાંત મયુર કિશોરભાઇ ગોકાણી, પ્રજ્ઞાબેન લક્ષ્મીકાંતભાઇ પંડયા, મોનાલીબેન ઉર્ફે મોનાબેન લક્ષ્મીકાંતભાઇ પંડયા, અંકિતાબેન ઉર્ફે સોનુબેન વિજયભાઇ રાજા, કિશરણબેન વિજયભાઇ રાજા, અનસુયાબેન અનિલકભાઇ વાયડા અને રમાબેન ભીખુભારથી ગોસાઇ નામના આઠને પકડી પાડયા હતા. પોલીસે રૂ.54,900ની રોકડ અને છ મોબાઇલ ફોન સહિત રૂ.68,900ની માલમતા કબજે કરી હતી. આ દરોડાના પગલે ક્ષણિક અફડા તફડી મચી જવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...