લખતરના ભડવાણાનો પરિવાર ચોટીલા અને માટેલ દર્શનાર્થે જવા વહેલી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લખતરના ભડવાણાનો પરિવાર ચોટીલા અને માટેલ દર્શનાર્થે જવા વહેલી સવારે ઘરેથી નિકળ્યો હતો. અને રાત્રે પરત આવ્યાં ઘરના દરવાજા ખુલ્લા જોતાં ઘર ઘણીને ચોરીની શંકા ગઇ હતી ઘરમાં જઇ તપાસ ચોરી થયાનુ જણાતા. આ બનાવની લખતર પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

લખતરના ભડવાણા ગામે રહેતાં પરભુભાઈ સદાદિયા વહેલી સવારે છ વાગ્યે ચોટીલા તથા માટેલ દર્શને ગયા હતા. જ્યાંથી રાત્રે 8 વાગ્યે પરત આવતાં ઘરનાં દરવાજા ખુલ્લાં જોતાં ચોરી થયાની શંકા ગઇ હતી. ઘરમાં જઇ તપાસ કરતા ચોરી થયાનું જણાતા લખતર પોલીસને ફરિયાદ આપતા જણાવ્યું કે કબાટમાથી સોનાનાં સાડા છ તોલાનાં દાગીના, 250 ગ્રામ ચાંદીનાં દાગીના, રોકડ રૂપિયા 20 હજાર મળી કુલ રૂપિયા 1.55 લાખનાં મુદ્દામાલની ચોરી થઈ છે. આ ચોરી ઝડપથી ડિટેકટ થાય તે માટે લખતર પી.એસ.આઈ વાય.એસ.ચુડાસમાએ ડોગ સ્ક્વોર્ડ તથા ફિંગરપ્રિન્ટ નિષ્ણાંત બોલાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...