તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દ્વારકાના સાધુએ એક-એક રૂપિયો ભેગાે કરીને જગતમંદિરે ધ્વજાઆરોહણ કર્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચારધામમાં એક ધામ એટલે દ્વારકાનું જગત મંદિર છે અને આ મંદિરે હજારોની સંખ્યામાં દરરોજ ભાવિકો દર્શનાર્થે આવતા હોય છે. જેમાં ખાસ કરીને મંદિરના શિખર પર ધ્વજા આરોહરણનું મહત્વ રહેલું છે. આ ધ્વજા આરોહણ સામાન્ય નાગરીકથી લઇને ઉધોગપતિઓ ચડાવી ધન્યતા અનુભવતા હોય છે. જેમાં દ્વારકાના સાધુએ એક-એક રૂપિયો ભેગો કરીને જગતમંદિરે ધ્વજા આરોહણ કર્યુ છે.

યાત્રાધામ દ્વારકાના દ્વારકાધીશ જગતમંદિરે ધ્વજા આરોહરણ કરવાનો મહિમા દિવસેને દિવસે વધતો જાય છે ત્યારે નેતાઓ, અભિનેતાઓ, રાજકારણીઓ હોય કે ઉધોગપતિઓ દરેકની મનોકામના પૂર્ણ કરવા ભગવાન દ્વારકાધીશના મંદિરના શિખર ઉપર ધ્વજા આરોહરણ કરતા હોય છે ત્યારે સામાન્ય માણસ કેમ પાછળ રહે. જેમાં દ્વારકામાં ગોમતીધાટ પાસે આવેલ મહાપ્રભુજીની બેઠક પાસે રહીને સતત 20 થી 25 વર્ષથી ભિક્ષાવૂતી કરતા એક સાધુએ એક-એક રૂપીયો ભેગો કરીને તેમની મનોકામના પુરી કરવા સતત ત્રીજી વખત દ્વારકાધીશજીના જગતમંદિરના શિખર ઉપર ધ્વજા આરોહણ કરી હતી અને સાધુઓનો ભંડારો કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો