તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દ્વારકા દર્શન કરી ખેડા જતા યાત્રિકોના વાહનને અકસ્માત નડ્યો, આઠને ઇજા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

જસદણ હેઠળના ભાડલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.પી.કોડીયાતર, પો.હેડ.કોન્સ.મામૈયાભાઈ શામળા, વલ્લભભાઈ બાવળીયા, પો.કોન્સ. અરવીંદભાઈ ઝાપડીયા, વિનુભાઈ તલસાણીયા અને વુ.પો.કોન્સ. ઈન્દુબેન પલાળીયા ભાડલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન પીએસઆઈ આર.પી.કોડીયાતરને બાતમી મળી હતી. કે ધંધુકા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૫૪/૨૦૧૯ આઈ.પી.સી. કલમ ૩૬૩,૩૬૬ મુજબના ગુનાનો આરોપી હર્ષદ વિનોદભાઈ માંડલીક(રહે-ભાવનગર) વાળો ભોગબનનાર રાધીકાબેન ડો/ઓફ ગણપતભાઈ સોલંકી(રહે-મોરસીયા,તા-ધંધુકા) વાળીને લગ્ન કરવાની લાલચ આપી લલચાવી ફોસલાવી અપહરણ કરીને રાજકોટથી વાયા ભાડલા-કમળાપુર થઈને ચોટીલા જવાના છે. તેવીચોક્કસ અને ભરોસાપાત્ર હકીકત મળતા જે હકીકતના આધારે આરોપી અને ભોગબનનારને દહીંસરા ગામેથી ભાડલા પોલીસે પકડી પાડી પુછપરછ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ બનાવમાં ભોગબનનારના પિતા ગણપતભાઈ બચુભાઈ સોલંકી(રહે-મોરસીયા,તા-ધંધુકા) વાળાએ ધંધુકા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૫૪/૨૦૧૯ આઈ.પી.સી. કલમ ૩૬૩,૩૬૬ મુજબનો ગુનો દાખલ કરાવેલ હતો. જેની તપાસ ધંધુકા પો.સ્ટે.ના પોલીસ ઈન્સપેક્ટર વાય.બી.ગોહીલ કરતા હોવાથી તેઓને આરોપી અને ભોગ બનનારનો કબ્જો સંભાળવા જાણ કરવા તજવીજ હાથ ધરી હતી. આ કામગીરીમાં ભાડલા પોલીસ મથકના પીએસઆઈ આર.પી.કોડીયાતર, પો.હેડ.કોન્સ.મામૈયાભાઈ શામળા, વલ્લભભાઈ બાવળીયા, પો.કોન્સ. અરવીંદભાઈ ઝાપડીયા, વિનુભાઈ તલસાણીયા અને વુ.પો.કોન્સ. ઈન્દુબેન પલાળીયાનાઓ સામેલ હતા.

ઓખા ડાલડા બંદરે લંગારેલી માછીમારીની બોટમાં આગ

ભાસ્કર ન્યુઝ.મીઠાપુર(સુરજકરાડી)

દ્વારકાના ઓખા ડાલડા બંદરે લંગારેલ બોટમાં અચાનક આગ લાગતા નાશભાગ મચી ગય હતી.બોટમાં રસોઇ બનાવતી વેળાએ પ્રાઇમસ નીચે પડી જતા માચ્છીમારી જાળમાં આગ લાગતા બોટમાં ડીઝલ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.સ્થાનિક માછીમારો દ્વારા સતત પાણીનો મારો ચલાવતા આગ કાબુમાં આવી હતી.આગથી બોટમાં લાખો રૂપિયાનું નુકશાન પહોંચ્યાનું બોટમાલીકે જણાવ્યું હતું.

દ્વારકાના ઓખાના ડાલડા બંદરે લ઼ંગારેલ એક માછીમારી બોટમાં આગ લાગી હતી.આજુબાજુના લોકોએ પાણીનો મારો ચલાવી આગને કાબુ લીધી હતી.આગથી અંદર પડેલ સામાન સામગ્રી બળીને ભસ્મિભૂત થય ગઈ હતી.બોટના માલીકના જણાવ્યાનુસાર લાખો રૂપિયાનું આગથી નુકશાની પહોંચી હતી.ઓખાની બોટ માછીમારી કરી કીનારે લંગારી હતી.અને પુન: દરિયામાં માછીમારી કરવા નિકળવાની તૈયારી કરી રહ્યા હતાં.ત્યા સાંજના સમયે અચાનક આગ લાગતા અફડાતફડી નો માહોલ સર્જાયો હતો. પરંતુ આજુબાજુના માછીમારોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી.બોટમાં જમવાનું બનાવતી વેળાએ સ્ટવ પડી જતા નીચે આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું.

જામનગરના રેસિડેન્ટ તબીબને ઇનામમાં કાર લાગ્યાનું કહી 11.71 લાખની ઠગાઇ

ભાસ્કર ન્યૂઝ | જામનગર

જામનગરની હોસ્પીટલમાં રેસીડન્ટ તબીબ તરીકે કાર્યરત તબીબી વિધાર્થી યુવાને ઓનલાઇન ઘડીયાળ મંગાવ્યા બાદ સપ્તાહ પછી જુદા જુદા મોબાઇલ નંબર પરથી કોલ કરીને ઇનામમાં કાર લાગી છે એમ કહી ઇ ગઠીયાએ જુદા જુદા ખાતામાં રૂ.11.71 લાખ ટ્રાન્સફર કરાવી વિશ્વાસઘાત અને છેતરપીંડી કર્યાની ફરીયાદ નોંધાઇ છે.પોલીસે બંને અજાણ્યા ઇ ગઠીયાને પકડી પાડવા માટે કવાયત હાથ ધરી છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત મુજબ જામનગરમાં જી.જી. હોસ્પીટલ પરિસરમાં ન્યુ પી.જી. હોસ્પીટલ ખાતે રહેતા અને રેસીડન્ટ તબીબ તરીકે રહેલા મુળ પાલનપુરના વતની વિનોદકુમાર મોહનભાઇ ઝાલોડીયા નામના તબીબી વિધાર્થી યુવાને ગત મે માસમાં સ્નેપડીલ મારફતે ઓનલાઇન ઘડીયાળની ખરીદી કરી હતી જે ઘડીયાળની ડીલેવરીના થોડા દિવસ બાદ તેમના મોબાઇલ પર એક મેસેજ આવ્યો હતો કે,આ ખરીદીના કારણે તમને મેગા ડ્રોમાં ટાટા સફારી કાર ઇનામમાં લાગી છે. ત્યારબાદ સમયાંતરે તેમને જુદા જુદા બે મોબાઇલ નંબર પરથી કોલ કરીને રજીસ્ટ્રેશન સહીતના અલગ અલગ ચાર્જ પેટે જુદા જુદા ત્રણ બેન્ક ખાતામાં કુલ રૂ.11.71 લાખની રકમ જમા કરાવી લેવામાં આવી હતી. જોકે,ત્યારપછી અમુક સમય બાદ બંને મોબાઇલ નંબર સ્વીચ ઓફ બતાવતા હતા.જયારે તબીબને કાર કે રોકડ પણ પરત ન મળતા તેની સાથે છેતરપીંડી થયાનુ માલુમ પડયુ હતુ.આ બનાવની ભોગગ્રસ્તની ફરીયાદ પરથી પોલીસે જુદા જુદા મોબાઇલ નંબર અને બેન્ક ખાતાધારક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છેકે, જામનગર શહેરમાં હમણા થોડા સમયથી ઓનલાઇન છેતરપિંડીનો વ્યાપ વધ્યો છે અને થોડા સમયમાં જ બુલેટ ખરીદવાની લાલચમાં ઉપરા છાંપરી ત્રણ યુવાનો પણ
ઠગાયા હતાં.

મોરબીમાં કોમી એકતા સાથે આસ્થાભેર હોલિકા દહનની ઉજવણી કરવામાં આવી

ભાસ્કર ન્યૂઝ મોરબી

મોરબીમાં આસુરી શક્તિના વિજય રૂપે આજે સમગ્ર મોરબીમાં તેમજ નવ નિર્મિત પ્રધાનમંત્રી આવાસ યોજના ખાતે પ્રથમ વખત જ કોમી એકતા સાથે હોળીકા દહન કરી લોકોએ પ્રદક્ષિણા ફરી દુર્ગુણોની આહુતિ આપી હતી.

મોરબી શહેરના દલવાડી સર્કલ પાસે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં હિન્દુ અને મુસ્લિમ બિરાદરો દ્વારા પ્રથમ તહેવાર કોમી એકતાના દર્શન સાથે હોળીની ભારે આસ્થાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શ્રધ્ધાભેર હોળીને પ્રગટાવવામાં આવી હતી.લોકોએ ખજૂર ,ધાણી, દાળિયા અને ટોપરું,નાળિયેર સહિતની વસ્તુઓનું હોલિકામાં દહન કરીને પોતાની ભીતરમાં રહેલી દુર્ગુણો રૂપી આસુરી શક્તિનું દહન કરવાની અને પરિવારના મંગલમય કલ્યાણની પ્રાર્થના કરી હતી.પ્રધાનમંત્રી આવાસ યોજના મિત્ર મંડળના આગેવાનો એ જણાવ્યું હતું કે આ આવાસ યોજનામાં માન. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના સ્વપ્ન થકી કોમી એકતા સાથે ખરા દિલથી ગોકુલધામ સોસાયટી બનાવવી છે. અને દરેક હિન્દુ-મુસ્લિમધર્મના તહેવારો ભાઈ ચારાથી અને એક સંપે ઉજવી મીની ભારત બનાવવું છે. આ હોળીકા દહનને સફળ બનાવવા પ્રધાનમંત્રી આવાસ યોજના મિત્ર મંડળના રાજુભાઈ દવે, રાજુભાઈ ભંભાણી,જનકભાઈ રાજા,ઈશ્વરભાઈ રાઠોડ, , પરેશભાઈ ચાનપુરા ,ધીરુભાઈ સાબરીયા,જયેશભાઈ રાઠોડ, જીતુભાઈ જેઠવા ,શબીરભાઈ શાહમદાર,રઝાકભાઈ શાહમદાર, ઉવેજ કાશમાણી , ફેઝાન કાશમાણી સહિતના આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.

ગોંડલ યાર્ડે અકસ્માત વીમા વળતરના ચેક અર્પણ કર્યા

ભાસ્કર ન્યૂઝ ગોંડલ

ગોંડલ બજાર સમિતિ દ્વારા ગોડલ તાલુકાના ખાતેદાર ખેડુતો માટે અકસ્માત મુત્યુ વીમા પોલીસી રૂા ૫ લાખની લેવામાં આવેલ છે.

ગોંડલ તાલુકાના જુદા જુદા ગામોના સાત ખાતેદાર ખેડુતોના અકસ્માતે મૃત્યુ થતા તેમના વારસદારોને વીમા સહાયના રૂા ૫ લાખનો ચેક દરેક ને બજાર સમિતિ ગોંડલના ચેરમેન ગોપાલભાઈ શીંગાળા તથા વાઇસ ચેરમેન કનકસિંહ જાડેજા ડીરેકટર પ્રફુલભાઇ ટોળીયા દ્વારા અર્પણ કરવામાં આવે હતા. તેમજ અવશાન પામનાર ખાતેદાર ખેડુતોના વારસદાર સ્વજનના અવશાન બદલ દિલસોજી પાઠવવામાં આવેલ હતી.

હળવદના ટીકર ગામમાંથી બંદૂક સાથે બે શખ્સ ઝબ્બે

ભાસ્કર ન્યૂઝ|હળવદ

મોરબી પોલીસે ટીકર ગામે પેટ્રોલિંગ દરમિયાન બે જામગરી બંદુક સાથે અલગ-અલગ સ્થળેથી બે શખ્સોને ઝડપી પાડ્યા હતા.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર મોરબી પોલીસે હળવદના ટીકર અને મિયાણી ગામે વોચ રાખતા ગેરકાયદેસર જામગરી બંદુક સાથે શોકતઅલી ઉર્ફે ટકી તાજમહમદ રહેવાસી વાઘોડિયા તાલુકો માળીયા તેમજ હળવદ તાલુકાના ટીકર ગામે ગોરધનભાઈ મોહનભાઈ કોળી વાળાને ગેરકાયદેસર બનાવટી જામગરી બંદુક કુલ બે નંગ સાથે બંને શખ્સોને ઝડપીને પાડીને રૂપિયા 3000નો  મુદામાલ  જપ્ત કરીને  કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબી  એસઓજી પોલીસે બે શખ્સોને ઝડપી પાડીને  પોલીસને  હવાલે કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગેની વધુ તપાસ ટીકર ઓપીના બીટ જમાદાર  ગીરીશદાન  ગઢવી  ચલાવે છે.

માલણીયાદ અને લીંબડી ઓવરબ્રિજ પાસે અકસ્માત : 2 બાઇકચાલકનાં મોત

ભાસ્કર ન્યૂઝ|હળવદ

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના માલણીયાદ ગામના ખેતમજુરી કામ કરતા 35 વર્ષના કાંતિભાઈ મંદુભાઈ નાયક શનિવારે પોતાના કામ અર્થે બાઇક લઇને માલણીયાદથી હળવદ તરફ આવતા હતા. ત્યારે માલણીયાદથી એકાદ કિલોમીટર દૂર બાઇકના સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવતા બાઇક પલટી મારી ગયુ હતુ. આ બનાવમાં કાન્તીભાઈ નાયક રોડ પર ઢળી પડતા ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે તેમનું મોત નીપજ્યું હતુ.આ બનાવની જાણ થતા હળવદ 108ને થતા ઘટનાસ્થળે દોડી ગઇ હતી. તેમજ હળવદ પોલીસ સ્ટેશનના ગીરીશ ગઢવી ઘટનાસ્થળે દોડી મૃતકની લાશને કબજો લઈને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલે મોકલી આપી હતી. અને ફરજ પરના ડોક્ટરે લાશને પીએમ કરીને લાશને પીએમ કર્યા બાદ પરિવારજનોને સોંપી હતી.

માતાને મળવા જવાની ના પાડતા પત્નીનો આપઘાત


ભાસ્કર ન્યૂઝ|જામનગર

જામનગરમાં પટણી વાડ વિસ્તારમાં ચમારવાસ ખાતે રહેતા હંસાબેન હરીશભાઇ રાઠોડ (ઉ.વ. 39) એ તા.10ના દુપટ્ટા વડે ફાંસો ખાઇ લેતા જી.જી. હોસ્પીટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા જયાં ફરજ પરના તબીબે તેને મૃત ઘોષિત કર્યા હતા. મૃતકના પતિ હરીશભાઇએ જાણ કરતા સીટી એ પોલીસની ટુકડી દોડી ગઇ હતી.પોલીસેમૃતદેહનો કબજો સંભાળીને તેને પોષ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતો. મૃતકના માતા જાત્રા કરીને આવ્યા હતા જેથી હંસાબેનને તેમને મળવા જવુ હતુ. જેની પતિએ ના પાડતા મનમાં લાગી આવતા આ પગલુ ભરી લીધાનુ જાહેર થયુ છે.

મોરબીમાં ધો.10નો છાત્ર ગણિતનાં પેપરમાં કોપી કરતા ઝડપાયો

ભાસ્કર ન્યૂઝ. મોરબી

કારકિર્દી માટે અગત્યની એવી ધોરણ 10 અને 12ની રાજ્યભરમાં બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. જેમાં મોરબી જિલ્લામાં બુધવારે ધો.૧૦માં ગણિત વિષયનું પેપર લેવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લાનો પ્રથમ કોપીકેસ નોંધાયો છે. જેમાં મોરબી શહેરની વીસી હાઇસ્કૂલમાં ધો.૧૦ની પરીક્ષામાં એક વિધાર્થીને કોપી કરતા સુપરવાઈઝરે ઝડપી લીધો હતો. બોર્ડની પરીક્ષામાં વાત કરીએ તો આ મોરબી જિલ્લાનો પ્રથમ કોપીકેસ નોંધાયો હતો

વાંકાનેરમાં વાહન ટકરાવવા મુદ્દે જીતુ સોમાણીના પુત્રે યુવાનને માર માર્યો

ભાસ્કર ન્યૂઝ વાંકાનેર

વાંકાનેર પુલ દરવાજે વાહન ટકરાતા ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી જાતિ પ્રત્યે હડતૂત કરતા એટ્રોસિટીનો ગુનો નોંધાયો છે. આ બનાવની વધુ તપાસ ડીવાયએસપી પઠાણ ચલાવી રહ્યા છે.

આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર વાંકાનેર શહેરના માર્કેટ ચોક ખાતે સવારે 11 વાગ્યા આસપાસ મોહિતભાઈ નાનજીભાઇ ચાવડાએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે ઇકો કાર લઈને ઊભા હોય તે સમયે જીતુભાઇ સોમાણીના પુત્ર સમીર સોમાણી તથા અમઝાઅલી વોરાએ જાતિ પ્રત્યે અડધૂત કરી માર માર્યાની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વાંકાનેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તપાસ ડી.વાય.એસ.પી. પઠાણ ચલાવી રહ્યા છે.

જી.જી. હોસ્પિટલના તબીબ છાત્ર સાથે છેતરપિંડી થતાં પોલીસ ફરિયાદ નોંધાવાઇ

જસદણ . જેતપુર . ધોરાજી . ભાયાવદર . પડધરી . વાંકાનેર . ઉપલેટા . ટંકારા

લગ્નની લાલચે યુવતીનું અપહરણ કરનાર ભાવનગરનો શખ્સ ઝડપાયો

ફુલડોલ ઉત્સવ માણવા લાખો યાત્રીકો દ્વારકા આવી પહોંચ્યા હતાં.કોરોના વાઇરસની સંભવિત અસરના લીધે ડાકોર અને વડતાલ સહિતના મંદિરમાં હોળી નિમિતે યોજાતા કાર્યક્રમો રદ્દ થયા હતાં.તો બીજી બાજું કોરોના વાઇરસની દહેરશત વચ્ચે દ્વારકા જગતમંદિરમાં લાખો ભાવિકોની હકડેઠાઠ ભીડ વચ્ચે ફુલડોલ ઉત્સવ રંગેસંગે યોજાયો હતો.જગતમંદિરમાં પગ મુકવાની પણ જગ્યા રહી ન હતી.ભક્તો અબીલ ગુલાલની છોળો વચ્ચે ભગવાન કાળીયા ઠાકોરના ચરણોમાં શીશ ઝુકાવવા લાઇનો લગાવી અધીરા થયા હતા. બપોરના બે વાગ્યે જગતમંદિરના દરવાજા ખુલતા ભાવિકોએ દોડ લગાવી હતી અને ફુલડોલનો ઉત્સવ ઉજવ્યો હતો.

ખેડા જિલ્લાના યાત્રિકોનો સંઘ પગપાળા દ્વારકા હેમખેમ પહોંચ્યો હતો


બોટમાં રસોઇ બનાવતી વખતે પ્રાઇમસ નીચે પડી જતા દુર્ઘટના


ફૂલડોલ ઉત્સવનો ઉમંગ કોરોનાની દહેશત હવા બનીને ઉડી ગઈ

બાઇક પરથી નીચે પટકાતાં માથામાં ગંભીર ઇજા પહોંચી, ઘટનાસ્થળે જ દમ તોડી દીધો

ભાસ્કર ન્યુઝ.જામનગર

ખેડા જિલ્લાના વતની ભરવાડ સમાજનો યાત્રીકોનો સંઘ પગપાળા ચાલી દ્વારકા હેમખેમ પહોંચ્યો હતો.500 જેટલા કિમીનું અંતર કાપી ભગવાન દ્વારિકાધિશના દર્શનાર્થે આ સંગ દ્વારકા આવી પહોંચ્યો હતો.જ્યાં ભગવાન દ્વારકાધિશના દર્શન કરી પરત ફર્યા હતાં.આઇશર ટેમ્પામાં ખેડા પરત જઇ રહ્યા હતાં.દરમિયાન કલ્યાણપુરના રાણ-લિંબડી પાસે અચાનક જ ટેમ્પો પલટિ મારી જતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં 8 જેટલા યાત્રીકો ઘાયલ થતા તાત્કાલીક ખંભાળિયા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતાં.

ભગવાન દ્વારકાધિશના દર્શન કરી પરત ફરતી વેળાએ નાના મોટા અકસ્માતોના બનાવો પણ બન્યા હતા.જો કે,સદનશીબે કોઇ મોટી દુર્ઘટના બની ન હતી.ખેડા જિલ્લાનો ભરવાડ સમાજનો સંગ પગપાળા ચાલી 500 કિમી જેટલું અંતર કાપી દ્વારકા પહોંચ્યો હતો.જ્યાં દર્શન કરી આઇશર ટેમ્પામાં પરત ફરી રહ્યા હતાં.જે સમયે કલ્યાણપુરના રાણ લિંબડી પાસે ટેમ્પો પલટિ જતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માતની જાણ થતા જ સવયંમસેવક ઇન્દ્રજીતસિંહ પરમાર અને સુરપાલસિંહ તેમજ હમીરભાઇ ચાવડા સહિતના કાર્યકરો સ્થળ પર પહોંચ્યા હતાં.અને ઇજાગ્રસ્તોની બનતી તમામ મદદ કરી 108 એમ્બ્યુલન્સ દ્વારા ખંભાળિયા હોસ્પિટલ પહોંચાડ્યા હતાં.જ્યાં જરૂરી સારવાર કરાવી મદદ પુરી પાડી હતી.

ઓનલાઇન ખરીદી મોંઘી પડી | ઘડિયાળ ખરીદ્યા પછી જુદા-જુદા નંબરથી ફોન આવ્યા

| 4

રાજકોટ } ગુરુવાર, 12 માર્ચ, 2020
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો