તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મંગળવારના બપોરના સમય દરમિયાન બાદનપરના પાટીયા પાસે જામજોધપુરના ના.

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

મંગળવારના બપોરના સમય દરમિયાન બાદનપરના પાટીયા પાસે જામજોધપુરના ના. મામલતદારનું અકસ્માત થતાં તાત્કાલિક 108ની મદદ લેવામાં આવી હતી. અકસ્માત દરમિયાન મામલતદારના પરીવારની ચીજવસ્તુઓ કિમતી સામાન રહી ગયો હતો અને તે તમામ કિમતી સામાન 108ના સ્ટાફ દ્વારા મામલતદારના સ્ટાફને સુપ્રત કરી પ્રમાણિકતા દેખાડવામાં આવી હતી.

બાદનપરના પાટીયા પાસે મંગળવારના જામજોધપુરના ના. મામલતદાર માવજીભાઈના પરિવારની કારનું ડમ્પર સાથે અકસ્માત થયું હતું. અકસ્માતના પગલે જોડિયા 108ની ટીમની મદદ લેવાઇ હતી અને ના.મામલતદારના પત્ની, પુત્રીને જામનગર સારવાર માટે ખસેડાયા હતાં. પરીવારના બે પર્સમાં રૂા. 1316, એક કાંડા ઘડીયાળ, બે મોબાઇલ, બે કપડાના થેલા, સોનાનો ચેઇન ચાર તાેલાનો સહિત કુલ રૂા. 1, 25, 000 લાખની કિમતનો સામાન હતો. જે 108ના ફરજ પરના કર્મચારી મહેશભાઇ વાલિયા અને પાઇલોટ રાજદિપસિંહ જાડેજાએ સુપરત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો