4 દિ\' થી એક જ સ્થળે બેઠેલા બિમાર સિંહની સારવાર માટે વનતંત્ર વામણું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખાંભાના ગોરાણામા એક સિંહ બિમાર હાલતમા કેળના ખેતરમા ચાર દિવસથી એક જ સ્થળે બેઠો છે. ખેડૂતે આ અંગે વનતંત્રને જાણ કરી પરંતુ કોઇ ડોકાયુ પણ નથી ઉલટુ ખેડૂતને ઉધ્ધત જવાબ આપવામા આવ્યો હતો. કોઇ સિંહ બિમાર હોય તો તેની તાબડતોબ સારવાર થવી જોઇએ. સરકાર આ માટે મસમોટો ખર્ચ કરી રહી છે અને વ્યવસ્થા તંત્ર પણ છે. બસ માત્ર તંત્રના માણસોમા દાનતની જરૂર છે. તુલશીશ્યામ રેંજના રબારીકા રાઉન્ડમા ગોરાણાની સીમમા માણંદભાઇ સરવૈયાની વાડીમા ત્રણ વિઘામા કેળનુ વાવેતર કરાયુ છે. કેળના એક કયારામા છેલ્લા ચાર દિવસથી એક સિંહે ધામા નાખ્યા છે. શરૂઆતમા ખેડૂતને એમ થયુ કે ઉનાળાની ગરમીમા તે ઠંડક મેળવવા અહી બેઠો છે. પરંતુ છેલ્લા ચાર દિવસથી તે એક જ સ્થળે બેઠો હોય સિંહ બિમાર હોવાનુ જણાતા તેણે વનતંત્રને જાણ કરી હતી. તેણે આ અંગે તુલશીશ્યામ રેંજના અધિકારીઓને જાણ કરતા અધિકારીઓએ અહી સ્ટાફને મોકલવાને બદલે ઉડાઉ જવાબ આપી ખેડૂતને ધમકાવ્યા હતા. ધારીના ડીએફઓને જાણ કરાતા માત્ર આશ્વાસન મળ્યું હતુ.

પરંતુ કોઇ ડોકાયુ ન હતુ. આરએફઓ પરીમલ પટેલે તો એવો જવાબ આપ્યો હતો કે તમે સિંહને બિમાર કહો છો, તો તેની અમને ખબર પડે કે તમને ?. ત્યારે સવાલ એ ઉઠયો છે કે જો આ સિંહનુ મોત થશે તો જવાબદારી કોની ?. તસવીર-પૃથ્વી રાઠોડ

અન્ય સમાચારો પણ છે...