તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાંબા સમયથી કરાતી વીજચોરી અને બિલ ન ભરવાને કારણે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

લાંબા સમયથી કરાતી વીજચોરી અને બિલ ન ભરવાને કારણે સરકારી વીજ કંપનીઓ ખોટમાં ચાલી રહી છે ત્યારે લેણાં વસૂલવાને બદલે રાજ્ય સરકારે ‘એક વખત માફી યોજના’ શરૂ કરી છે. આ યોજનામાં ખેતી, ઘરવપરાશ અને વાણિજ્યિક એકમોમાં વીજચોરી થઈ હોય, લાંબા સમયથી બિલ ન ભરાયું હોય અને જોડાણ કપાઈ ગયું હોય, એવા ગ્રાહકોનાં ભલે લાખો રૂપિયાનું લેણું હોય, પણ ફક્ત 500 રૂપિયા ભરવાથી સરકાર લેણું માફ કરી દેશે. બોટાદ જિલ્લામાં આવા કુલ 19351 લાભાર્થીના કુલ રૂ. 26.96 કરોડ સરકાર માફ કરવામાં આવશે.

રાજ્યના કાયમી ધોરણે બંધ થયેલા વીજ જોડાણવાળા ગ્રાહકો બિન ગ્રાહકોના બાકી લ્હેણાની વસૂલાત માટેની એક વખત માફી યોજના અંતર્ગત રાજ્યના ઉર્જા મંત્રીસૌરભભાઈ પટેલે બોટાદ ખાતેથી માફી મેળાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો.

આ પ્રસંગે ઉર્જા મંત્રીએ રાજ્યના ગ્રામિણ ક્ષેત્રોના વિકાસમાં, ગામડાઓની પ્રગતિ વિકાસમાં વીજ ક્ષેત્રનું પ્રદાન નોંધપાત્ર રહ્યું છે, તેમ જણાવતાં ઉમેર્યું હતું કે, ઉર્જાનો રાજ્યના સર્વાંગી વિકાસમાં ખૂબ મોટો ફાળો રહ્યો છે. અગાઉના સમયમાં ગામડાઓમાં વીજળી મળતી ન હતી, લૉ વોલ્ટેજ સહિતના અનેક પ્રશ્નોનો સામનો ગામડાના લોકોને કરવો પડતો હતો. પરંતુ રાજ્ય સરકારની છેવાડાના વિસ્તારો સુધી સાતત્યપૂર્ણ વીજ પુરવઠો પહોંચાડવાની પ્રતિબદ્ધતાના કારણે આજે ગામડાં 24 કલાક વીજ પુરવઠો મેળવી રહ્યાં છે.

અનુસંધાન પાના નં. 3 પર...

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો