ધોરાજીના ગ્રામીણ વિસ્તાર નર્મદા યોજનાનું પાણી વિતરણ બંધ કરાતા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધોરાજીના ગ્રામીણ વિસ્તાર નર્મદા યોજનાનું પાણી વિતરણ બંધ કરાતા લોકોમાં રોષ વ્યાપી ગયો છે. પાણી પુરવઠા બોર્ડ દ્વારા નર્મદા યોજનાનું પીવા માટે પાણી શરૂ કરવા લોક માગણી ઉઠવા પામી છે.

આ અંગે ધોરાજી તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં સરકાર દ્વારા હાલ ઉનાળાની પાણીની કટોકટી દરમિયાન તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં ભાદર ડેમ-2નું કલર કેમીકલવાળુ દુષીત પાણી પીવા માટે આપવામાં આવતા ગ્રામજનોમાં રોષ વ્યાપી ગયો તેમજ ધારાસભ્ય લલીત વસોયા સહિતના આગેવાનોએ ધોરાજીના ગ્રામીણ વિસ્તારને નર્મદા યોજનાનું પાણી વિતરણ કરવા આંદોલન શરૂ કરાતા પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ દ્વારા ધારાસભ્યને ખાત્રી અપાતા મામલો થાળે પાડીને નર્મદા યોજનાનું પીવા માટે પાણી શરૂ કરાયુ હતુ. જેને એનકેન પ્રકારે નર્મદા યોજનાનું પાણી બંધ થતા લોકોને પાણી મેળવવા માટે હાલાકી ભોગવવી પડે છે. ગ્રામજનો દ્વારા નર્મદા યોજનાનું પીવા માટે પાણી આપવા લોક માગણી ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...