ટાણામાં ATMની સુવિધાનાં અભાવે ગ્રાહકોને હાડમારી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટાણા ગામે એટીએમ સુવિધાના અભાવે લોકો હાલાકી ભોગવી રહ્યા છે.

ટાણાએ સિહોર તાલુકાના સૌથી મોટા ગામો પૈકીનું એક ગામ છે. અને આજુબાજુના ભાંખલ, થાળા, બેકડી, લવરડા, બુઢણા, ઢુંઢસર, સરકડિયા (ટાણા), ગુંદાળા (ટાણા), અગિયાળી, પીપરલા, થોરાળી, વરલ, રાજપરા, વાવડી સહિતના કેટલાય નાના-મોટા ગામોના હટાણાનું કેન્દ્ર પણ છે. ટાણા ગામે હીરાના કેટલાય કારખાના પણ આવેલા છે.જયાં હજારો રત્નકલાકારો પોતાની આજીવિકા માટે આવે છે.

ટાણા ગામે હાલમાં એકપણ સરકારી બેંકનું એ.ટી.એમ. નથી. આથી ટાણા તેમજ આજુબાજુના ગ્રામ્ય પંથકના લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. ટાણા ગામે બેંક ઓફ બરોડાની શાખા છે. આ બેંકના હજારો ગ્રાહકો પણ છે, પણ તેનું એ.ટી.એમ. નથી. આજે જયારે લોકોને નાણાની જરૂર પડે ત્યારે તે બેંકમાં લાંબો સમય ઊભા રહેવાને બદલે એ.ટી.એમ.માંથી નાણા ઉપાડવાનું વધારે પસંદ કરતો હોય છે. આથી ટાણા ગામે બેંક ઓફ બરોડાનું એ.ટી.એમ.ઉપલબ્ધ થાય તેવી લોકમાંગ ઊઠવા પામી છે.

દેના બેંકનું બેંક ઓફ બરોડામાં વિલીનીકરણ થયા બાદ અમારી શાખામાં જે એ.ટી.એમ. હતું તે બંધ થયું છે. હવે નવું મેનેજમેન્ટ આગામી દિવસોમાં એ.ટી.એમ. અંગે જે નિર્ણય લેવાય ત્યાં સુધી ગ્રાહકોએ રાહ જોવી પડશે તેમ બેંકઓફ બરોડા ટાણાના મેનેઝર જોષીએ જણાવ્યું હતું

અન્ય સમાચારો પણ છે...