ડારીમાં ચણતર વખતે 5માં માળેથી પડતાં મજુરનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળનાં ડારી ગામે મકાનનાં પાંચમાં માળે ચણતર કામ કરતી વખતે અચાનક પગ લપસી જતાં મજુર નીચે ખાબક્યો હતો. અને ગંભીર ઇજા થવાને કારણે તેનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. જોકે મજુર યુવાનનું એક મહિના પહેલા જ લગ્ન થયા હોઇ આશાસ્પદ યુવાનનાં મોતથી પરિવારમાં શોકનું મોજુ વ્યાપી ગયું હતું. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ વેરાવળના ડારી ગામે રહેતા અને મકાનનું ચણતર કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા એવા નદીમ આમદભાઇ ઝીકાણી નામનો યુવાન કે જેનું એક મહિના પહેલાં જ ડારી ગામે લગ્ન થયા હતા. જોકે તે ડારી ગામે આવેલી સ્કુલ પાસેનાં બિલ્ડીંગમાં ચણતર કામ કરતો હતો ત્યારે પાચમાં માળેથી ઓચિંતો પગ લપસી જતાં તે નીચે પડી ગયો હતો અને ગંભીર ઇજા થવાને કારણે તેનું ઘટના સ્થળે જ મોત નિપજયુ હતું. બાદમાં તેને પીએમ માટે થઇને વેરાવળની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે આ ઘટનાની જાણ મરીન પોલીસને જાણ થતાં ઘટના અંગેની વધુ તપાસ પોલીસ હે.કો. એલ.એલ.પરમાર ચલાવી રહ્યાછે.

અન્ય સમાચારો પણ છે...