Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કપાસની સુકી સાંઠીમાંથી મળે છે સેંદ્રીય ખાતર અને ઉત્તમ બળતણ
તળાજા બ્યુરો| 13 જાન્યુઅારી
આ વર્ષે અનિયમિત અને વધુ પડતા વરસાદથી રોગ જીવાંતોનો ઉપદ્રવ થતાં તળાજા વિસ્તારમાં વિસ્તારમાં ખરીફ સીઝનનો કપાસ વહેલો ખેંચાવા લાગ્યો છે. તળાજા તાલુકામાં કપાસની ખેતી કુલ વાવેતરનાં 35 થી 40 ટકા જમીનમાં થાય છે.
ખેડૂતો માટે કલ્પવૃક્ષ સમાન કપાસનાં છોડમાંથી ઉંચા ભાવનો કપાસ (રૂ) કપાસીયા અને તેનું તેલ, કપાસનો ખોળ જેવી બહુહેતુક બનાવટો કપાસની ખેતીને સફળ બનાવે છે. ઉપરાંત કપાસની ઉત્પાદન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખેતરમાં ઉભેલા છોડનાં પાંદડા, ઝાંખરા ઘેટા-બકરાનો ખોરાક બને છે અને છેલ્લે કપાસ છોડની સુકાયેલ સાંઠીમાંથી ઉત્તમ સેંન્દ્રીય ખાતર તથા આદર્શ બળતણ તરીકે બહુમુલ્ય ઉપયોગી છે.
રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય ટેકસ્ટાઇલ ઉદ્યોગમાં રૂની બારમાસી વિપુલ જરૂરિયાત રહે છે. જેમાં સારી ગુણવતાવાળા તાતણાવાળા રૂની કિંમત ઉંચી અંકાય છે. તેમજ કપાસીયામાંથી ઉત્તમપ્રકારનું તેલ પણ બને છે.
ઉપરાંત કપાસીયા અને કપાસનો ખોળનો આદર્શ પશુ આહાર તરીકે ઉપયોગ થાય છે. તેમજ છોડમાંથી કપાસ વીણાઇ ગયા પછી તેનાં પાંદડા ઝાંખરા પણ ઘેટા-બકરા માટેનાં ખોરાક તરીકે ઉપયોગ થાય છે.
આમ કપાસની સૂકી સાંઠી, સેન્દ્રીય ખાતર અને ઉત્તમ બળતણ માટે ઉપયોગી બને છે. કપાસીયામાંથી ઉત્તમ પ્રકારનું તેલ પણ બને છે.
કપાસની સાંઠી બળતણનો ઉત્તમ વિકલ્પ
કપાસની સુકી સાંઠીમાં ઉંચી ઉષ્ણતા પેદા કરવાનાં ગુણથી ખેત ઘરો, કે ગ્રામ્ય ઘરોમાં રસોઇ માટે બળતણ તરીકે વાપરવાથી ધુમાડાથી મુકત વધુ ઉષ્ણતા આપે છે. બગદાણા ગુરૂ આશ્રમ સહીતની મોટી ભોજન શાળાનાં વિશાળ ચુલાઓમાં ગેસની સાથે કપાસની સાંડીનો ભુકો ઉપયોગમાં લેવાથી બળતણ ખર્ચ ઓછો આવે છે. ખરીફ સીઝનાં કપાસનો પાક નવેમ્બર-ડીસેમ્બરમાં પૂર્ણ થયા બાદ વર્તમાન સમયમાં રૂનું ઉત્પાદન કપાસીયા તેલ, કપાસ ખોળ ઉપરાંત છેલ્લે સાંઠીનો સદુપયોગ આમ કપાસએ કલ્પવૃક્ષ જેવો પાક છે.
કપાસની સાંઠીમાંથી ઉત્તમ સેંન્દ્રીય ખાતર બને
કપાસની સુકી સાંઠી પોષકતત્વો અને પ્રજીવકોથી ભરપુર હોવાથી ખેડૂતો તેનો ઉત્તમ જમીન સુધારક સેંન્દ્રીય ખાતર તરીકે ઉપયોગ કરે છે. કપાસની સુકી સાંઠીનાં ટુકડા, છાંણ, વાડી ખેતરનો બીજો કચરો, માટી વગેરે ખાડામાં રાખી પાણી છાંટીને ભેજયુકત વાતાવરણમાં બેકટેરીયાવર્ધક પાવડરનું દ્રાવણમીક્સ કરીને છાંયડો કરવાથી તે સંપૂર્ણ પણે કોહવાતા ઉત્તમ સજીવકિટકો અને બેક્ટેરીયા ઉદ્દભવે છે.