તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગીરગઢડાનાં ફાટસર ગામે ગટરનાં ગંદા પાણી રોડ પર ઉભરાયા, લોકોને હાલાકી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગીરગઢડાનાં ફાટસરના મફતીયા પર વિસ્તારમાં સરકાર દ્વારા ફાળવવામાં આવેલ પ્લોટ વિસ્તારમાં જ્યાં નાનો અને ગરીબ પરિવારોનો વસવાટ હોય આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ સીસી રોડ તેમજ ભૂગર્ભ ગટરના કામો કરવામાં આવેલ નથી. જેના કારણે વરસાદના પાણી, તેમજ કોઇજાતની સુવિધા ન હોવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ પાણીનો નિકાલ ન હોવાથી અહીંયા ગંદુ પાણી ભરાતા આ વિસ્તારના લોકોના આરોગ્ય પર ગંભીર પ્રકારની બિમારી નોતરી શકે તેવી સ્થિતીનું નિર્માણ થવા પામેલ છે. જોકે હાલ મેલેરીયા, ડેગ્યુ જેના ગંભીર તાવના જોવા મળી રહ્યા છે. ત્યારે આ વિસ્તાર તંત્ર દ્વારા લોકોની સુવિધા પુરીપાડવા અને બિમારીનો ભોગ ન બને તે પહેલા આ ગટરના પાણી તેમજ રોડ બનાવવામાં આવે તેવી આ વિસ્તારના લોકોની માંગણી ઉઠવા પામી છે. આ વિસ્તારના લોકોનું કહેવું છેકે ગામમાં રસ્તા, ગરટ, લાઇનની સુવિધા આપવામાં આવી છે ત્યારે અમારા વિસ્તારમાં જરૂરીયાત મુજબ કોઇજાતની સુવિધા ન હોવાથી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જયેશ ગોંધીયા

અન્ય સમાચારો પણ છે...