કુંભણ કન્યાશાળાને રૂા.1,51,000નું હોલ માટે દાન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા તાલુકાના કુંભણ ગામની સરકારી કન્યાશાળામાં પૂ.શરદભાઇ વ્યાસ અને વ્યાસ પરિવારના તમામ ભાઇઓ દ્વારા રૂા.151000/-નું દાન પ્રાર્થના હોલ માટે આપવામાં આવેલ.

પૂ.શરદભાઇ વ્યાસના દાદીમાં સ્વ.ભાગીરથીબેન અંબારામભાઇ વ્યાસની સ્મૃતિમાં કુંભણ ગામે નવનિર્મિત કન્યાશાળાના પ્રાર્થના હોલ માટે એક લાખ એકાવન હજારનુ અનુદાન વ્યાસ પરિવાર તરફથી આપવામાં આવેલ. જે તક્તિનું અનાવરણ પણ દાદીમાંની ઉત્તરક્રિયાના દિવસે કરવામાં આવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...