તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પશુઓને ધાગા-દોરા ન બાંધો હોસ્પિટલમાં સારવાર અપાવો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચોટીલાના મેવાસા(સુખસર)ગામે પશુ દવાખાના દ્વારા ગ્રામ્યવિસ્તારોના પશુપાલનધારકો માટે પશુપાલન શિબિર યોજાઈ હતી.જેમાં દુધાળા પશુઓની સારી માવજત કરીને પશુપાલક આર્થિક રીતે સધ્ધર બની શકે અને સારી આવક મેળવે તેવા હેતુથી આ શિબિરનું આયોજન કરાયું હતું.

પશુપાલન શાખા સુરેન્દ્રનગર અને ચોટીલા પશુદવાખાના સયુંકત ઉપક્રમે તા.11-1-2020ના રોજ ચોટીલાના મેવાસા(સુખસર)ગામે પશુપાલન શિબિર યોજાઈ હતી. જેમાં ડેપ્યુટી કલેકટર આર.બી.અંગારી, ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા,ભાજપના મેરૂભાઈ ખાચર, સુરેશભાઈ,વિરજીભાઈ અને કોંગ્રેસના અજયભાઈ સામંડ સહિત 800 લોકોની હાજરીમાં હાલ ડીઝીટલ યુગમાં નવી વૈજ્ઞાનિક પદ્ધતિ પશુપાલકો અપનાવે અને દુધાળા પશુઓની માવજત સારી રીતે કરે અને આવકમાં વધારો કરે. અને પશુઓની માવજત તેમજ તેના સ્વાસ્થ્ય બાબતે પશુઓને દોરા-ધાગા નહિ પણ પશુદવાખાને સારવાર માટે પશુ ચિકિત્સાને બોલાવવા, કાંતો પશુઓને દવાખાને લઈ જવા જેવી અનેક બાબતોની ચર્ચાઓ સાથે આ શિબિરનું આયોજન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો