તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આતંકીઓનાં ખાત્મા બાદ સોરઠમાં ઠેરઠેર દિવાળીનો માહોલ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એરફોર્સનાં જવાનોએ પુલવામામાં થયેલા આતંકી હુમલાનો બદલો લેતા તેની ખુશીમાં કેશોદમાં ભાજપનાં કાર્યકરોએ ચારચોક ખાતે સુત્રોચ્ચાર કરી, ફટાકડા ફોડી, રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ત્યારે સૈનિકો પ્રત્યેનો પ્રેમ, પક્ષની કડક કાર્યવાહી અને દેશદાજની ખુશી જોવા મળી હતી. તસવીર - પ્રવિણ કરંગીયા

ધણેજ પ્રાથમિક શાળાનાં શિક્ષકો-છાત્રો અને ગ્રામજનોએ મૌનરેલી યોજી શ્રદ્ધાંજલિ અર્પી
તાલાળા | ધણેજ પ્રાથમિક શાળામાં આગાખાન એજન્સિ ફોર હેબિટાટ ઈન્ડિયા દ્વારા પુલવામામાં થયેલા આત્મઘાતી હુમલામાં શહીદ થયેલા જવાનોને બાળકો, શિક્ષકો અને ગ્રામજનોએ મૌનરેલી યોજી શ્રદ્ધાંજલિ આપી હતી. બાદમાં સ્વચ્છતા મેળા અંતર્ગત ગણતંત્ર દિવસ નિમીતે યોજાયેલા કાર્યક્રમોને સફળ બનાવનારા બાળકોને સરપંચ અને આગેવાનો દ્વારા શિલ્ડ અને શૈક્ષણિક કીટ, પ્રમાણપત્રો કરવામાં આવ્યું હતું.

વેરાવળમાં હિન્દુ યુવા સંગઠને ફટાકડા ફોડ્યાં
પુલવામા આતંકવાદી હુમલોનાં વિરોધમાં ઇન્ડિયન આર્મી એરફોર્સ દ્વારા ફાઇટર પ્લેન દ્વારા પાક.માં ઘુસી 350 જેટલા આતંકીનો ખાતમો બોલાવતાં વેરાવળમાં હિન્દુ યુવા સંગઠન દ્વારા ફટાકડા ફોડી, તિરંગો લહેરાવ્યો હતો.

માળિયામાં નગરજનોની આતશબાજી, મોં મીઠા કરાવ્યાં
માળિયા | ભારતીય વાયુ સેનાનાં જવાનોએ પાકિસ્તાનમાં ઘુસી આતંકીઓનો ખાતમો બોલાવી દેતા માળિયાહાટીના શહેરમાં મોટી સંખ્યામાં લોકો સ્ટેશન દરવાજાએ ભેગા થઇને ભારતમાતા કી જય, પાકિસ્તાન મુર્દાબાદનાં નારા લગાવી ફટાકડા ફોડી આતશબાજી કરી, પેંડા, ચોકલેટ વેંચી લોકોનાં મો મીઠા કરાવી ઉત્સવ મનાવ્યો હતો. તસવીર - મહેશ કાનાબાર

મેંદરડામાં રાષ્ટ્રગીત બોલી લોકોએ ઉત્સવ મનાવ્યો
એર ફોર્સનાં જવાનોએ આતંકીનાં અડ્ડાનો ખાતમો બોલાવતાં સાંજે મેંદરડા પાદરચોકમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, વેપારીઓ ઉપસ્થિત રહી ફટાકડા ફોડી રાષ્ટ્રગીત બોલીને 1 કલાક ઉજવણી કરી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો