તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોરબીમાં દિવ્યાંગ બાળકો પ્રજાસત્તાક પર્વના સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોરબી :મોરબીનાં જી.આઈ.ડી.સી. નજીક શનાળા રોડ,પર વર્ષ 2004 થી માં મંગલમૂર્તિ દિવ્યાંગ બાળકોની શાળા કાર્યરત છે જેમાં સેલિબલ પાલસી, મેન્ટલી ચેલેન્જ ઓર્થોપેડિક હેન્ડીકેપ બાળકો અભ્યાસ કરે છે.આગામી 26મી જાન્યુઆરીનાં રોજ દેશ ભરમાં 71માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી થવાની છે ત્યારે આ મનો દિવ્યાંગ બાળકો,વિશિષ્ટ બાળકો પણ દેશ ભક્તિ બતાવવામાં કેમ ઉણા ઉતરે? દર વર્ષે 26.મી જાન્યુઆરીના રોજ બપોરે 3.00 વાગ્યે આ બધા જ બાળકો રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને કહે છે કે “અમને સહાનુભૂતિ નહિ,સ્વીકૃતિ આપો”ખૂબ મોટી સંખ્યામાં લોકો તા.26મી જાન્યુઆરી નાં પ્રજા સતાક પર્વ નિમિત્તે દિવ્યાંગ બાળકોનું પરફોર્મન્સ જોવા આવે એ માટે તા.22 ના રોજ સવારે 9.30 વાગ્યાથી માં મંગલ મૂર્તિ સ્કૂલેથી રેલીનું પ્રસ્થાન મહાનુભાવો,અધિકારીઓ, પદાધિકારીઓ દ્વારા લીલી ઝન્ડી આપીને કરાવશે ત્યારબાદ રેલી શણગારેલા વાહનોમાં ડી.જે.ના તાલે ઉમિયા સર્કલથી, કેનાલ રોડ ,રવાપર રોડ,રામ ચોક થઈ, શનાળા રોડ પરથી પસાર થઈ નવા બસ સ્ટેન્ડ પાસેથી જી.આઈ.ડી.સી.પાસે રેલીનું વિસર્જન થશે,આ રેલીમાં મોટી સંખ્યામાં નગરજનોને જોડાવાનું દિવ્યાંગ બાળકો દ્વારા આહવાન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો