તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખોડાદાનાં દરિયાકાંઠે છીપલાની લીઝનો વિવાદ વકર્યો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માંગરોળના ખોડાદાના દરીયા કિનારે છીપલા-છીપલી એકત્ર કરવાની લીઝ મુદ્દે વિવાદ સર્જાયો છે. એક તરફ પંથકના દરિયાકાંઠાના જંગલ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી સિંહોની અવરજવર હોય, વન્ય જીવોના સંરક્ષણનો સવાલ ઉઠયો છે. તો બીજી તરફ આ જમીનની માલિકી મુદ્દે વનવિભાગ અને તંત્ર આમને સામને આવી ગયા છે.

માધવપુર થી ચોરવાડ સુધીના દરીયાકાંઠાના જંગલમાં પાંચ થી છ સિંહોનો વસવાટ છે. આ ઉપરાંત દરિયાની રેતીના ઢુવામાં કાચબાઓ આવે છે અને ઈંડા મુકી તેને ઉછેરે છે. અહીં છીપલા, છીપલીની આડમાં દરિયાઈ રેતીની બેફામ ચોરી થતી હોવાની ચર્ચા વચ્ચે ત્રણેક માસ પહેલા માંગરોળ એએસપી તથા સ્ટાફે રેડ કરી હતી. ત્યારે બે ટ્રેકટર ઝડપી પાડયા હતા. બીજી બાજુ વનવિભાગના જ એક કર્મીના જણાવ્યા મુજબ સમુદ્ર અને નદીના સંગમ સ્થળે જ છીપલા, છીપલી મળી આવે છે. પરંતુ આ જગ્યાએ દૂર દૂર સુધી દરિયો જ છે. આ જગ્યાએ સ્મશાન અને દરિયાના રસ્તાની માલિકીના ઉઠેલા વિવાદ વચ્ચે આધારો રજૂ કરી વનવિભાગ જમીન પોતાની હોવાનું જણાવી નાયબ વન સંરક્ષક, ડીવાયએસપી, મામલતદાર, ભૂસ્તરશાસ્ત્રી સહિતનાને કાર્યવાહી કરવા જણાવતા મામલો ગરમાયો છે.

આધાર પુરાવાઓ આપો : વન વિભાગ
વનવિભાગે જણાવ્યું છે કે સર્વે નં.2 પૈકી 2-0 ગુંઠા જમીન સ્મશાન માટે બાકાત રાખી 1971માં આ જમીન અનામત જંગલ તરીકે જાહેર કરવામાં આવેલ છે. વધુમાં આ લીઝ માટે ફિશરીઝ રોયલ્ટીની પહોંચ તેમજ કોર્ટના હુકમની નકલ આપવા પણ જણાવ્યું છે.

ગ્રામ પંચાયતનો સ્વતંત્ર હક્ક : સરપંચ
આરએફઓએ દરિયાકાંઠે ચાલતી લીઝની હદ-નિશાન સ્પષ્ટ કરવા સરપંચને પત્ર પાઠવ્યો હતો. જવાબમાં સરપંચે દરિયાનો સિધ્ધાંત રજુ કર્યો હતો.! જે મુજબ દરીયો કુદરત સર્જીત છે, જમીન પરના સર્વે નંબરો માનવ સર્જીત છે. દ્વારકાબેટનાં આજે સર્વે નંબરો કયાં છેω,પાણીમાં ડુબી ગયા છે. નિશાન પાણીના આધારે છે. તેથી લીઝના હદ, નિશાન માટે સવાલ પૂછવો કુદરતના સિધ્ધાંત વિરુદ્ધ છે!. સ્મશાન-દરિયા સુધીનો રસ્તો ગ્રા.પં.નો સ્વતંત્ર હકક છે. તસવીર-વિવેક મહેર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો