બોટાદ કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા પ્રભારી સચિવ મોહમંદ શાહીદનાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોટાદ કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા પ્રભારી સચિવ મોહમંદ શાહીદનાં અધ્યક્ષસ્થાને જિલ્લામાં પીવાના પાણીની પ્રવર્તમાન પરિસ્થિતિની જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં પ્રભારી સચિવ મોહમંદ શાહીદએ પીવાના પાણી અંગે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કોઇ મુશ્કેલી ના સર્જાય તેમજ આગોતરા આયોજન મુજબ સુચારૂ વ્યવસ્થા કરવા ખાસ સુચનાઓ આપી હતી. તેમણે પાણીની વિતરણ વ્યવસ્થા તેમજ પીવાના પાણીની પાઇપલાઇન લીકેજ તથા રીપેરીંગની કામગીરી બાબતે અધિકારીઓ પાસેથી તલસ્પર્સી વિગતો મેળવી જરૂરી સૂચનો કર્યા હતા.

જિલ્લા કલેકટર સુજીતકુમારે જિલ્લામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પુરૂ પાડવામાં આવતા પીવાના પાણીની સ્થિતી અંગે જણાવ્યુ હતું કે, જિલ્લામાં ૧૬૧- નર્મદા પાઇપલાઇન મારફત તથા ૨૨ ગામમાં બોર, કુવા તેમજ અન્ય વ્યવસ્થા દ્વારા પાણી વિતરણ કરવામાં આવી રહ્યુ છે.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી આશીષકુમાર, અધિક કલેકટર બી.વી.લીંબાસીયા, પ્રાંત અધિકારી, પાણી પુરવઠા વિભાગ કાર્યપાલક ઇજનેર ચૌહાણ, તમામ મામલતદારશ્રી તેમજ તાલુકા વિકાસ અધિકારી તથા નગર પાલિકાના ચીફ ઓફીસર સહિતના અધિકારી ઓ બેઠકમાં ઉપસ્થિત રહી પાણી વિતરણ વ્યવસ્થા તેમજ તેમની કચેરી દ્વ્રારા થયેલ કામગીરીની વિગતો આપી હતી.

અન્ય સમાચારો પણ છે...