તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હળવદના નકલંક ગુરુકુળ ધામે જિલ્લા કક્ષાનો ગણિત, વિજ્ઞાન, પર્યાવરણ પ્રદર્શન યોજાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબી જિલ્લા શિક્ષણ કચેરીએ દ્વારા હળવદના શકિત નગર ગામે આવેલ નકલંગ ગુરૂધામે મોરબી જિલ્લાકક્ષાના ગણિત, વિજ્ઞાન, પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરાયુ હતું. જેમાં હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તાર અને મોરબી જિલ્લાના વિવિધ તાલુકાની વિવિધ શાળાઓના બાળવૈજ્ઞાનીકોએ બનાવેલ 80 જેટલી કૃતિઓ રજૂ કરાઇ હતી. આ સ્પર્ધામાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીને પ્રમાણપત્ર તેમજ સેલ્ફાઈનાશ સ્કુલ દ્વારા ગીફટ આપીહતી. આ પ્રસંગે ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા તાલુકા પંચાયત પ્રમુખ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, મોરબી જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ.ખટાણા, મામલતદાર વી.કે.સોલંકી સહિતના ઉપસ્થિત રહી બાળકોની કૃતિ નિહાળી હતી. આ આયોજનને સફળ બનાવવા જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ.સોલંકી, કન્વીનર નરેન્દ્રભાઈ દેથારીયા, બીઆરસી પ્રવિણભાઈ ચોહાણ સહિત તમામ સરકારી શાળાના શિક્ષકભાઈઓ બહેનોએ પ્રયાસ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...