તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોટાદમાં જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોટાદ જિલ્લાના યુવાનોને રાજયના ખાનગી ક્ષેત્રના એકમોમાં રોજગારીની તક મળી રહે તેવા હેતુસર જિલ્લા રોજગાર કચેરી, તથા ઔદ્યોગિક તાલીમ સંસ્થા અને બોટાદ નગરપાલિકાના સંયુકત ઉપક્રમે જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો અને એપ્રેન્ટિસશીપ કરાર પત્રો વિતરણનો કાર્યક્રમ ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

બોટાદ નગરપાલિકાના નાનાજી દેશમુખ ઓડીટોરીયમ ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત જિલ્લાના યુવાઓને સંબોધન કરતાં સૌરભભાઈ પટેલે જણાવ્યું હતુ કે, યુવાઓને પસંદગીના ક્ષેત્રમાં રોજગારી પ્રાપ્ત થાય તે માટે સરકાર કટિબધ્ધ છે.આજે દુનિયા સામે સૌથી મોટો પડકાર હોય તો તે છે બેરોજગારી, તેમ જણાવતાં તેમણે ઉમેર્યું હતુ કે, આ માટે પ્રત્યેક દેશ ચિંતીત છે, ત્યારે સૌથી વધુ યુવા વસતી ધરાવતાં ભારત દેશના યુવાનોને રોજગારી મળી રહે તે માટે કેન્દ્ર ,રાજય સરકાર અનેકવિધ યોજના , કાર્યક્રમોની સાથે વિવિધ ક્ષેત્રમાં મૂડી રોકાણ થકી યુવાનોને રોજગારી આપવાનુંકાર્ય સંનિષ્ઠતાથી કરી રહી છે.એપ્રેન્ટિસશીપ યોજના દ્વારા રાજ્ય સરકારે ગુજરાતના યુવાનોને અનુભવની સાથે પુરક રોજગારી મળી રહે તે માટે આગવી દ્રષ્ટી સાથેનું કાર્ય આરંભ્યુ છે. આજના સ્પર્ધાત્મક યુગમાં રાજયના યુવાનો વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરી શકે તેવા વાતાવરણનું ગુજરાતમાં નિર્માણ થયું છે.

અન્ય સમાચારો પણ છે...