દ્રોણ ખાતે યોજાશે જિલ્લા કક્ષાનો ‘નર્મદા મહોત્સવ’

Veraval News - district level 39narmada festival39 to be held at drona 075126

DivyaBhaskar News Network

Sep 16, 2019, 07:51 AM IST
રાજ્ય સરકાર દ્વારા ‘નમામિ દેવી નર્મદે’ મહોત્સવની ઉજવણી થનાર છે. જે અન્વયે ગીર સોમનાથમાં જિલ્લાકક્ષાના નમામી દેવી નર્મદા મહોત્સવ ની ઉજવણી ગીર ગઢડા તાલુકાના દ્રોણેશ્વર ગુરૂકુળ ખાતે તા.17 સપ્ટેમ્બરનાં રોજ યોજાશે. રાજ્ય સરકાર દ્વારા યોજાનારા નમામી દેવી નર્મદે મહોત્સવ 2019 ઉજવણીના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લામાં શાનદાર ઉજવણી થાય અને લોકોના ઉમંગ સાથે આ કાર્યક્રમ ઉજવાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામા આવ્યુ છે. ગીર સોમનાથ જિલ્લાનો મુખ્ય કાર્યક્રમ દ્રોણ ખાતે સરદાર પટેલ સહભાગી જળસંચય યોજનાના ચેરમેન ડો.ભરતભાઇ બોઘરાની પ્રેરક ઉપસ્થિતિમા થશે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી રૈયાબેન જાલોંધરા, સાસંદ રાજેશભાઇ ચુડાસમા, સંસદ સભ્યશ્રી ચુનિભાઇ ગોહેલ, રાજશીભાઇ જોટવા, ઝવેરીભાઇ ઠકરાર સહિતના મહાનુભાવો અને જિલ્લાના આગેવાનોને આમંત્રિત કરાયા છે. આ કાર્યક્રમનુ સંકલન પ્રભારી સચિવ સંજયનંદન, કલેક્ટર અજય પ્રકાશ અને જિલ્લા વિકાસ અધિકારી ધરમેન્દ્રસિંહ રહેવરના માર્ગદર્શ્ન હેઠળ ઉના પ્રાંત અધિકારી એમ.કે.પજાપતિ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી આઇ.જી.ગોહીલ અને મામલતદાર ગીરગઢડા કરી રહ્યા છે. નગરપાલિકા કક્ષાએ તેમજ તાલુકા કક્ષાએ પણ નર્મદા મહોત્સવના કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યુ છે. દ્રોણ ગુરૂકુળ ખાતે સવારે 9.30 કલાકે કાર્યક્રમનો પ્રારંભ થશે. કાર્યક્રમના સ્થળે નર્મદા મૈયાની આરતી, પૂજા-અર્ચના, નર્મદા થીમ આધારિત ગીતોનુ ગાયન અને સાંસ્કૃતિક કાર્યક્રમ, સફાઇ ઝુંબેશ, વૃક્ષારોપણ, સરદાર સરોવર ડેમની યશોગાથા વર્ણવતી ફીલ્મની નિદર્શન અને મહાનુભાવોનુ માર્ગદર્શન સહિતના કાર્યક્રમોનુ આયોજન કરાયુ છે. આજે મુખ્ય કાર્યક્રમના સ્થળે પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના અધિકારીઓની મીટીંગ મળી હતી જેમાં જુદી જુદી વ્યવસ્થાઓ અંગે કરવાની થતી કામગીરીનું માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ.

X
Veraval News - district level 39narmada festival39 to be held at drona 075126
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી