તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જસદણના સેવાભાવીએ ઉત્તરાયણ પર્વ નિમિત્તે 2000 બાળકોને વિનામૂલ્યે ચશ્મા વિતરણ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
જસદણ | આજના સમયમાં સેવાભાવી લોકો ઉતરાયણના પવિત્ર પર્વે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી ધન્યતા અનુભવતા હોય છે. ત્યારે જસદણની મેઈન બજારમાં ઓમ ચશ્માં ઘર નામની દુકાન ધરાવતા એલ્વિનભાઈ પટેલે ઉત્તરાયણના પવિત્ર પર્વની અનોખી ઉજવણી કરી હતી. જેમાં જસદણ શહેરમાં વસતા નાના-નાના 2000 જેટલા બાળકોને ઉતરાયણના દિવસે આકાશમાં પતંગ ઉડાવવા માટે ઉપયોગી થતા ચશ્માંનું વિનામૂલ્યે વિતરણ કરી અનેરો આનંદ પ્રાપ્ત કર્યો હતો. જોકે એલ્વિનભાઈ પટેલ દર વર્ષે બાળકોનો ઉત્તરાયણના પર્વ નિમિત્તેનો ઉત્સાહ વધારવા માટે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા આવ્યા છે. ત્યારે આ વર્ષે તેમણે નાના-નાના ભૂલકાઓને રંગબેરંગી કલરના ચશ્માં વિતરણ કરી ભૂલકાઓનો ઉતરાયણ પર્વનો ઉત્સાહ વધાર્યો હતો. એલ્વિનભાઈ પટેલની આ બાળકો માટેની સેવાકીય પ્રવૃત્તિને જોઈ અન્ય સેવાભાવીઓને પણ નવી રાહ ચીંધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો