તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધોરાજીમાં જશ્ને ઈદે મિલાદુન્નબી નિમિત્તે હોસ્પિટલ અને કેદીઓને ફ્રૂટ વિતરણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોરાજી | ધોરાજીમા જશને ઈદેમીલાદુન્ન નબી નિમિતે હોસ્પિટલમાં દર્દીઓ અને કેદીઓને ફ્રુટ વિતરણ કરાયુ હતું.હઝરત મોહમદ મુસ્તફાના જન્મદિવસ નિમિતે ઠેર ઠેર ઉજવણી થઈ હોય તેના ભાગ રૂપેે વિશ્વ લેવલે સેવાકીય કાર્ય કરતી વર્ડ મેમન ઓરગેનાઈજેશનના અગ્રણીઓ હાજી એહશાનભાઈ જાનુહસનના માર્ગદર્શન હેઠળ ધોરાજી યુથ વિગ દ્વારા ધોરાજીની સરકારી હોસ્પિટલ, નંદકુવરબા, અને તેલી હોસ્પિટલમાં દર્દીઓને અને ધોરાજી સબ જેલ તથા જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં ફ્રુટ વિતરણ કરવામા આવ્યુ હતું. તેમજ અનાજની કીટનું વિતરણ પણ કરવામાં આવ્યુ હતુ. આ તકે ધોરાજી યુથ વિંગના ચેરમેન મુઝફર રઝા સીટી ચેરમેન મુસતાકભાઈ વાધરીયા, વિવેકાનંદ પરીવારના રાજુભાઈ એરડા, અજીમભાઈ છાપાવાલા, સરફરાઝભાઈ વાધરીયા, કબીરભાઈ, અકરમભાઈ, મોહમમદભાઈ, ઈરશાદભાઈ, શબબીરભાઈ, મુસ્લિમ એકતા મંચના ઇમ્તિયાઝભાઈ સહિતના લોકો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...